Site icon Revoi.in

હવે અફઘાનિસ્તાનના ખેલાડીઓ IPLમાં ધૂમ મચાવશે, બોર્ડે હટાવી લીધો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની અગામી સિઝન ચાલુ થવામાં હવે માત્ર બે મદિના જ બાકી છે. આ વચ્ચે ત્રણ ફ્રેન્ચાઈઝીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ તેના ખેલાડીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે તેઓ IPL 2024માં રમી શકશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ મિસ્ટ્રી સ્પિનર મુજીબ ઉર રહેમાન, ફાસ્ટ બોલર ફઝલ હક ફારૂકી અને ફાસ્ટ બોલર નવીન ઉલ હક પર અગાઉ લાગવામાં આવેલા પ્રતિબંધમાં સુધારો કર્યો છે, જ્યારે ખેલાડીઓએ નરમ વલણ અપનાવ્યું હતુ અને કેન્દ્રીય કરાર સ્વીકારવાની તેમની તૈયારી દર્શાવી હતી. બોર્ડે કહ્યું સંપૂર્ણ તપાસ બાદ તેમને અંતિમ ચેતવણી આપવાનો અને તેમના પગારમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુધારેલા પ્રતિબંધો હવે આ ખેલાડીઓને કેન્દ્રિય કરાર પ્રાપ્ત કરવાની અને ફ્રેન્ચાઈઝી લીગમાં ભાગ લેવાની મંજૂરી આપશે જ્યારે રાષ્ટ્રીય ફરજો અને એસીબીના હિતોને તેમની સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરવાની તેમની તીવ્ર ઈચ્છા વ્યક્ત કર્યા પછી એસીબીએ વ્યાપર તપાસ શરૂ કરી.
એસીબીના નિવેદનમાં જણાવાયું છે કે, તાજેતરમાં વિકાસના પ્રકાશમાં ખેલાડીઓના પ્રારંભિક વલણનું મુલ્યાંકન કર્યા પછી અને રાષ્ટ્રીય ટીમ સાથે તેમના બાકીના મહત્વને સ્વીકાર્યા પછી નિમણૂક સમિતિએ બોર્ડને તેની અંતિમ ભલામણ રજૂ કરી છે. એક અંતિમ ચેતવણી અને પગાર કપાત દરેક ખેલાડીને અંતિમ લેખિત ચેતવણી પ્રાપ્ત થશે અને તેની મેચ ખી માંથી પગાર કપાતનો સામનો કરવો પડશે.