Site icon Revoi.in

હવે ફૂલો કરમાય ગયા બાદ તેને કચરામાં ફેંકતા પહેલા આ વાંચીલો, દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો આ ઘુપ

Social Share

આપણા સૌના ઘરે મંદિરમાં ચઢાવવા માટે તો દરવાજાની શોભા વઘારવા માટે ફૂલો તો આવતા જ હશે આ ફૂલો કરમાય જાય એટલે આપણે તેને ફેંકી દેતા હોય છે ઘણી વાર બુકેના તાજા ફૂલો વાસી થતા તેને પણ ફએંકી દઈએ છીએ જો કે આજે આ ફૂલોમાંથી સરસ મજાની ઘૂપ બનાવતા શીખીશું જેનાથી ફૂલો ફેંકવાની જરુર નહી પડે.

પહેલા તો જે પણ કો ીફૂલો હોય તેના પાન પાન અલગ કરીલો, ત્યાર બાદ દરેક ફૂલોને ઈચ્છો તો મિક્સ કરી શકો છો, આ દરેક પાંદડાઓને ઘરમાં જ 2 3 દિવસ સુકવીદો

પાંદડાઓ સુકાઈ જાય એટલે તેને મિક્સરમાં દળીને પાવડર બનાવી લો ,હવે કપુરની ગોળી જરુર પ્રમાણે લઈને તેનો પણ પાવડર બનાવી લો ત્યાર બાદ ગાયના છાણાને પણ વાટીને પાવડર બનાવી લો.

હવે આ ત્રણેય પાવડરને એક સરખા પ્રમાણમાં લઈને તેમાં જરુર પ્રમાણે દિવેલ એડ કરતા જાઓ ત્યાર બાદ તેની નાની નાની ગોળીઓ તૈયાર કરીલો.

હવે દિવાળીના દિવસે જ્યારે તમે દિવો પ્રગટાવો છો તેની વાટની પાસે ગોળી રાખી દો જેથી આ ગોળી સળગતાજ દિવાની રોશની સાથે સાથે ઘરમાં સુંગઘ પણ ફેલાશે.