- 31 મે સુધી વિમાન કંપનીઓ ભાડું નહી વધારે
- કોરોનાની સ્થિતિને જોતા ઉડ્ડયન મંત્રાલયે આપ્યા આદેશ
દિલ્હીઃ- ભારતમાં હવાઈ યાત્રાને લઈને મુસાફરો માટે એક રાહતનાં સમાચાર સામે આવ્યા છે. ખરેખર, દેશની એરલાઇન્સ હવે 31 મે સુધી ભાડામાં વધારો કરી શકશે નહીં.દેશની વિમાન કંપનીઓ હવે આવનારી 31 મે સુધી ટીકિટ દરમાં વધારો કરી શકશે નહી.
આ સમગ્ર બાબતે ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે સ્થાનિક ફ્લાઇટ્સનું ભાડુ કેપ 31 મે સુધી ચાલુ રહેશે. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં લઈને ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક મુસાફરોને મોટા ખર્ચથી બચાવવા માટે ઘરેલું વિમાન સેના પર કેપ લાગૂ કરી હતી.
આ ઉપરાતં મંત્રાલયે 16 એપ્રિલમા રોજ એક નિવેદનમાં એ પણ કહ્યું હતું કે, અરલાઈનની ક્ષમતા 80 ટકા પર કેપ આવનારા મહિનાના અંત સુધી જારી રહેશે, મંત્રાલય દ્રારા આ આદેશત્યારે આવ્યો જ્યારે વિમાન કંપનીઓએ સરકાર પાસેથી 60 ટકા ક્ષમતા ઓછી કરવા અંગે અપીલ કરી હતી કારણ કે કોરોના મહામારીને કારણે બુકિંગમાં ઘટાડો નોંધાયો હતો
ઉડ્ડયન સત્તાના તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોવિડ -19 ની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવું પગલું લેવામાં આવ્યું છે.આ પહેલા ઉડ્ડયન નિયમનકારે ઉનાળાના સમયપત્રક માટે 108 એરપોર્ટથી દર અઠવાડિયે 18,843 ફ્લાઇટ્સને મંજૂરી આપી હતી, જે માર્ચના છેલ્લા રવિવારે શરૂ થઈ હતી અને ઓક્ટોબરના અંતિમ રવિવારે સમાપ્ત થશે.
મળતી માહિતી મુજબ મુસાફરોની સંખ્યાને કારણે જાન્યુઆરીથી થોડીક રિકવરી જોવા મળી હતી, પરંતુ આ મહિને એરલાઇન્સને ઘણું નુકસાન થઈ શકે છે. ફેબ્રુઆરી પહેલા નક્કી કરેલું ન્યુનત્તમ ભાડું ફેબ્રુઆરીમાં 10 ટકા થી વધારીને 30 ટકા કરવામાં આવ્યું હતું. નવા પ્રાઈસ બેન્ડ મુજબ દિલ્હી-મુંબઇ રૂટ પર ઇકોનોમી ક્લાસમાં એક તરફી ભાડા 3 હજાર 900 થી લઈને 13 હજાર રૂપિયાની વચ્ચે નક્કી કરાયા હતા. આ પહેલા 3 હજાર 550 થી લઈને 10 હજાર ની અંદર હતું. ત્યારે હવે આ આદેશ પ્રમાણે વિમાન કંપનીઓ ફરી મુશ્કેલીમાં મુકાઈ છે,તેમને નુકશાન થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.,
સાહિન-