Site icon Revoi.in

હવે પાડોશી દેશ નેપાળમાં 40 એકડ જમીનમાં બનશે અયોધ્યાપુરી ધામ

Social Share

છેલ્લા ઘણા સમયથી નેપાળ વિવાદમાં રહ્યું છે, ભગવાન રામના જન્મને લઈને નેપાળના વડાપ્રધાન તરફથી અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે હવે નેપાળના વડા પ્રધાન  કે.પી. ઓલી શર્માએ અયોધ્યા નેપાળમાં હોવાનો દાવો કર્યા પછી, ચિતવન જિલ્લાની નગરપાલિકા હવે 40 એકર જમીનમાં અયોધ્યાપુરી ધામનું નિર્માણઇ કરવા જઈ રહી છે.

ચિતવન જિલ્લાની માડી પાલિકાએ અયોધ્યાપુરીધામ બનાવવા માટે 40 એકર જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે. નેપાળના વડા પ્રધાન કે પી ઓલીના દાવા મુજબ ભગવાન રામનો જન્મ નેપાળના ચિતવનમાં થયો હતો. માડીના મેયર ઠાકુર પ્રસાદ ધાકલે નેપાળ રાષ્ટ્રીય સમાચાર એજન્સીના હવાલે  જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

નેપાળના પીએમ કેપી ઓલીએ ભારત પર સાંસ્કૃતિક વારસો કબજે કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભારતની અયોધ્યા નકલી છે અને અસલી અયોધ્યા નેપાળના ચિતવન જિલ્લામાં છે. ઓલીના નિવેદન બાદ ભારત અને નેપાળમાં ઘણા વિવાદ થયા હતા. સરહદ વિવાદને લઈને નેપાળ અને ભારત વચ્ચે પહેલેથી જ તણાવ છે, ઓલીના આ નિવેદનથી ઘણો વિવાદ સર્જાયો હતો.

આ સમગ્ર બાબતે મેયર ધાકલે જણાવ્યું હતું કે, અમારી પાસે 50 વિંઘા વધારાની જમીન છે, જો અમને કોઈ તકનીકી સમસ્યા આવશે તો અને આ જમીનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે અયોધ્યાપુરી ધામ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે.

સાહીન-