Site icon Revoi.in

હવે ચારધામ યાત્રા કરનારાઓ એ પહેલા કરાવવી પડશે નોંધણી ત્યાર બાદ જ કરી શકાશે આ યાત્રા

Social Share

દિલ્હીઃ- દેશભરના તીર્થ સ્થળોએ ભક્તોનો ભારે જમાવડો રહેતો હોય છે ખાસ કરીને ચારધામની યાત્રાની વાત કરવામાં આવે છે તો અહી યાત્રાનો આરંભ થતા જ દેશભરમાંથી ભક્તો આવતા હોય છે જેને લઈને ભારે ભીડ થાય છે ત્યારે હવે સરકારે ભીડને નિયંત્રણમાં લેવા માટે મહત્વનું પગલું ભર્યું છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે ચારધામની યાત્રા કરવલા માંગતા લોકોએ ફરજીયાત નોંધણી કરાવાની રહેશે. વર્ષ 2023 માં ચારધામ યાત્રાની તૈયારી અત્યરથી જ સરકારે કરી લીધી છે. આ વર્ષે 22 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે.જેને લઈને તંત્રએ રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્તષ દરમિયાન  કેદારનાથ સહિત ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓની રેકોર્ડ ભીડ  નોંધાઈ હતી. ઘણી વખત ભારે ભીડને કારણે અરાજકતા પણ ફેલાઈ હતી.જેને જોતા સરકાર પણ સતર્ક બની છે અને રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે.

વખતે ભીડભાડ ન થાય અને કોઈ આકસ્મિક ઘટના ન બને તેને લઈને ચારધામની મુલાકાત લેનારાઓ માટે નોંધણીની સિસ્ટમ પહેલેથી જ લાગુ કરવામાં આવી છે.  ચારધામ યાત્રા પર જવું હોય તો  હવે તમારે તેના માટે તમારે અગાઉથી અરજી કરવી પડશે. એક દિવસમાં કેટલા યાત્રિકો કયા ધામમાં જઈ શકશે, તેના રજીસ્ટ્રેશન માટે પ્રવાસન વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખોલવામાં આવ્યું છે.