Site icon Revoi.in

હવે બાંગ્લાદેશના સબમરીન બેઝ પર ચીનની નજર,ભારતને દરિયાઈ માર્ગે ઘેરવાના પ્રયાસમાં ડ્રેગન

Social Share

દિલ્હી:પાકિસ્તાન બાદ હવે ચીને ભારતના અન્ય પડોશી દેશ બાંગ્લાદેશને પણ પોતાની જાળમાં ફસાવી દીધું છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલા ઈનપુટ અનુસાર ચીન બાંગ્લાદેશના શેખ હસીના સબમરીન બેઝને ડેવલપ કરી રહ્યું છે, જેનો ઉપયોગ તે પોતાના માટે કરશે.

જાણકારી અનુસાર ચીને આ બેઝ બાંગ્લાદેશને ડેવલપ કરીને આપવાનું હતું પરંતુ હવે ચીન તેને ધીરે ધીરે પોતાના કબજામાં લઈ રહ્યું છે. ગુપ્તચર એજન્સીને મળી રહેલી જાણકારી અનુસાર, આ પ્રોજેક્ટ માટે ચીનના 230 થી વધુ નિષ્ણાતો આવતા મહિને બાંગ્લાદેશના શેખ હસીના સબમરીન બેઝ પર પહોંચી રહ્યા છે.

આ પ્રવાસ 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી પ્રસ્તાવિત છે.માહિતી અનુસાર, કેટલાક નિષ્ણાતો ત્યાંથી પાછા જશે પરંતુ કેટલાક લાંબા સમય સુધી આ બેઝ પર રહ્યા પછી જ તમામ નિયંત્રણ તેમના હાથમાં લેશે.એટલે કે તેનું તમામ નિયંત્રણ ચીન પાસે રહેશે.

2017 માં સબમરીન બેઝના નિર્માણની આધારશિલા રાખવામાં આવી હતી. જો નિષ્ણાતોનું માનીએ તો ચીન આ સબમરીન બેઝ તૈયાર કરવામાં બાંગ્લાદેશની મદદ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ પ્રતિનિધિમંડળની મુલાકાતો પણ વધી છે.