Site icon Revoi.in

આંખોને આકર્ષક બનાવા હવે આઈલાઈનરના કલરની આ રીતે કરો પસંદગી

Social Share

 સાહિન મુલતાની-

મહિલાઓને સજવા સવરવાનો ખૂબ શોખ હોય છે, લગ્ન પ્રસંગ હોય કે વાર તહેવાર હોઈ મહિલાઓના મેકઅપ બોક્સ ભરપુર થી જાય છે, લિપ્સ્ટિકથી લઈને, કાજલ , આઈશેડો, બ્લશર, નેઈલ પેઈન્ટ મેચિંગ કરવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હવે આંખોની લાઈન પર લગાવવામાં આવતી જેને આઈલનર કહે છે , આ આઈ લાઈનર પણ હવે કલર કલરની જોવા મળે છે.

મહિલાઓ જેવા કલરના કપડા પહેરે છે તેવા કલરની આઈ લાઈનર લગાવવાનું પસંદ કરે છે, જો કે ખાસ કરીને બ્લેક પછઈ જો વધુ ચાલતી હોય તો તે બ્લુ આઈલાઈનર છે, બ્લુ કલરની લાઈનર મોટો ભાગે દેરક કલરના કપડા સાથે મહિલાઓ લગાવાનું પસંદ કરે છે.

આઈલનરમાં હવે ગોસ્ડન, સિલ્વર , બ્લુ અને બ્લેક આ 4 કલર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે, મોટે ભાદે બ્રાઈડલને કરવામાં આવતી લાઈનર હવે બે કલરમાં કરવામાં આવે છએ, બ્લેક લાઈનર સાથે બીજા કલરનો પમ ટચ આપવામાં આવતો હોઈ છે, જેમ કે બ્લુ લાઈનર સાથે ગોલ્ડન કે પછી સિલ્વર સાથે બ્લેક લાઈનર.

લાઈટ પિંક લાઈનર નો પમ એટલો જ ક્રેઝ છે, જ્યારે પિંક અથવા લાઈટ પિંક કલરના કપડા મહિલાઓ પહેરે છે ત્યારે તે લાઈટ પિંક આઈલાઈનરથી પોતાની આંખોને આકર્ષક બનાવે છે, પિંક લાઈનર સાથે સિલ્વર કે ગોલ્ડન લાઈનરનો ટચ આપવાથી આંખોનો દેખાવ વધુ સુંદર બને છે.

લાઈનર ખાસ કરીને બે પ્રકારની હોય છે, પેન્સિલ આઈલાઈનર અને લિક્વિડ આઈ લાઈનર, આજ કાલ જાતે મેકઅપ કરતી મહિલાઓ પેન્સિલ આઈલાઈનરનો વધુ ઉપયોગ કરે છે, કારણ કે તે સરળતાથી લગાવી શકાય છે બીજાની હેલ્પની જરુર રહેતી નથી અને સ્પ્રેડ થવાની શક્યતાઓ પણ ઓછી હોય છે, જ્યારે લિક્વિડ લાઈનર લગાવીને તેને 1 મિનિટ સુકાવી પડે છે, આટલા સમયમાં તે સ્પ્રેડ થવાની શક્યતાઓ વધારે છે, એટલે હવે પેન્સિલ લાઈનરનો ઉપયોગ વધ્યો છે.