ઈડીની મોટી કાર્યવાહી – કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ મામલે નોટીસ મોકલી
- ઈડીના શંકજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી
- સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીને નોટીસ મોકલાઈ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક મામલે નામાંકિત નેતાઓ પર તવાઈ બોલાવી રહી છે ત્યારે હવે આવી સ્થિતિમાં ઈડીના શકંજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. આ સમન મની લોન્ડરિંગ કેસમાં મોકલવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીને 2 જૂન એટલે કે આવતીકાલે બોલાવવામાં આવ્યા છે જ્યારે સોનિયાને 8 જૂને બોલાવવામાં આવ્યા છે. આ કેસ જૂના કેસ સાથે સંબંધિત છે જે 2015માં બંધ થઈ ગયો હતો અને તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો.
કોંગ્રેસ બહીજેપી પર આકરો પ્રહાર કર્યો છે કહ્યું કે EDના અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા, નવા લોકોની નિમણૂક કરવામાં આવી અને હવે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલી રહ્યા છે.
આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ સોનિયા અને રાહુલને સમન્સના મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર બદલાની ભાવનામાં આ બધુ કરી રહી છે.મની લોન્ડરિંગના કોઈ પુરાવા નથી કે મની એક્સચેન્જના કોઈ પુરાવા નથી. નેશનલ હેરાલ્ડ કેસમાં, ઇક્વિટીમાં માત્ર રૂપાંતર અથવા લોન છે. તેમણે કહ્યું, “અમે ગભરાઈશું નહીં અને ઝૂકીશું નહીં, અમે મક્કમતાથી લડીશું.”