- સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા હાકલ
- કેન્દ્ર સરકારે શરૂ કરી છે પ્લાસ્ટિક સામેની મુહિમ
કેન્દ્રની મોદી સરકારે પ્લાસ્ટિક સામેની મુહિમ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા માટે જણાવ્યું છે. સરકારે પ્લાસ્ટિકની બોટલનો વિકલ્પ પણ શોધ્યો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વાંસની બોટલને લોન્ચ કરી છે. એમએસએમઈ મંત્રાલયને આધિન કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ પંચે વાંસની બોટલનું નિર્માણ કર્યું છે. વાંસની આ બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 ml હશે અને તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે.
આ બોટલ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે ટકાઉ પણ છે. 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર ખાદી સ્ટોરમાં આ બોટલના વેચાણની શરૂઆત થશે.
ગડકરીએ વાંસની બોટલ સિવાય
ખાદીની અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે. મહત્વપૂર્ણ છે કે ખાદી ગ્રામોદ્યોગ પંચ
પહેલા જ માટીના કુલ્હડનું નિર્માણ શરૂ કરી ચુક્યું છે. માનવામાં આવે છે કે આનાથી
પર્યાવરણ તો સુરક્ષિત થશે જ સાથે રોજગાર પણ પેદા થશે.