- હવે ઉત્તરાખંડમાં પણ H3N2 વાયરસ ફેલાયો
- રાજ્યમાં 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
- લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ
દહેરાદૂનઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં પણ આ વાયરસે એન્ટ્રી કરી લીઘી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડના હલ્દવાનીમાં આ વાયરસના 2 કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ગુજરાત, હરિયાણા અને કર્ણાટકમાં એક એક મોતની પુષ્ટિ થઈ છે.જે ને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.ત્યાર ઉત્તરાખંડમાં પણ 2 કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દરેક લોકોએ હવે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ આ સાથએ જ હાથની સારી સ્વચ્છતા રાખવી તેમજ વર્ષમાં એકવાર ફ્લૂની રસી લેવી હિતાવહ છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવીનતમ ડેટા મુજબ, 9 માર્ચ સુધી રાજ્યો દ્વારા H3N2 વાયરસ સહિત ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ પેટાપ્રકારના કુલ 3,038 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે.