Site icon Revoi.in

હવે મોટી ફાઈલને પણ વોટ્સએપ પર શેર કરી શકાશે,જાણી લો કેવી રીતે થશે

Social Share

કરોડો લોકો જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેમના માટે આ ખાસ મહત્વની જાણકારી છે. વોટ્સએપમાં હવે લોકો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકે છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની ક્વોલિટી સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન મળી રહેશે.

આ ફોટો કે વીડિયોને મોકલવા માટે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો, કે બાદ હવે જેને મોકલવા માંગો છો તેનું વોટ્સએકાઉન્ટ ઓપન કરો, આ પછી તમને જોવા મળશે કે ચેટ બોક્સની જમણી બાજુએ આપેલા ક્લિપના આઇકોન છે તેના પર ક્લિક કરો.

હવે આ ક્લિક કર્યા બાદ ઘણા બધા ઓપ્શન્સ દેખાશે જેમાં ઇમેજ અથવા તો વીડિયોનો ઓપ્શન સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટના ઓપ્શનને સિલેક્ટ કરશો. હવે એ વીડિયો કે ફોટો સિલેક્ટ કરો જેને મોકલવા માંગતા હોવ.

ફોટો કે વીડિયો ફાઇલ મેનેજરમાંથી પણ તે પસંદ કરી શકાય છે. હવે ફોટો કે વીડિયો સિલેક્ટ કરીને સેન્ડ આઇકોન પર ક્લિક કરો. ફોટો ફુલ સાઇઝમાં રિસીવર પાસે જતો રહેશે.