કાલથી બેંકમાં લાગુ થશે નવા નિયમોઃ બેંકમાં રજા હશે તો પણ કપાશે EMI અને જમા થશે સેલેરી ,જાણો શું થશે તેની ખાતાઘારકો પર અસર
- કાલથી બેંકમાં લાગૂ થશે નવા નિયમો
- બેંકમાં રજાના દિવસોમાં પણ સેલેરી જમા થશે
- રજા દિવસે પણ ઈએમઆઈ કપાશે
દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે 1 લી ઓગસ્ટથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ની સુવિધા દરરોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જો કે હાલમાં આ સેવા બેંકોના કામકાજના દિવસોમાં જ ઉપલબ્ધ થાય છે.અર્થાત જ્યારે બેંકની જાહેર રજાઓ હોય ત્યારે આ પોલિસી લાગૂ નહોતી પડતી અને કામકાજ અટકતા હતા, ત્યારે હવે આ નિયમો આવતી કાલથી બદલાય રહ્યા છે.
જાણો NACH શું છે?
NACH એ એક એવી બેંકિંગ સુવિધા છે, જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય માણસ દર મહિનાના મહત્વના વ્યવહારો સરળતાથી કરી શકે છે. હવે 1 ઓગસ્ટ, 2021 થી, આ સુવિધા અઠવાડિયાના તમામ દિવસો દરમિયાન ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. NACH સેવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે.
જાણો આ નવા નિયમોની ગ્રાહકો પર શું થશે અસર
આ નિયમો પ્રમાણે હવે બેંક રજા હોય તો પણ ખાતામાંથી EMI કાપવામાં આવશે ,આ ઉપરાંત 24 કલાક આ સુવિધા ઉપલબ્ધ હોવાથી બેંક માં જ્યારે પણ રજા હોય છત્તાં પણ હવે ,EMI તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે.આ સાથે જ તમારો પગાર પણ રજાના દિવસે જમા થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ, લોન EMI, ટેલિફોન સહિતના તમામ બિલ હવે બેંકની રજા હોય ત્યારે પણ ચૂકવવામાં આવશે.
હવે જ્યારે બંકમાં રજા હશે ત્યારે તમારો પગાર પણ ખાતામાં જમા થશે,હાલમાં, મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓના ખાતામાં પગાર નાખવા માટે રાષ્ટ્રીય સ્વચાલિત ક્લિયરિંગ હાઉસનો ઉપયોગ કરે છે, જેના કારણે બેંક રજાના દિવસે તમારા ખાતામાં પગાર આવતો નથી. પરંતુ હવે આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ હોવાથી રજાના દિવસે પણ તમારા ખાતામાં પૈસા જમા થશે.
NACH દ્વારા અનેક મોટા નાણાકિં વ્યવહારો કરવામાં આવે છે. તેના દ્વારા પગાર, શેરધારકોને ડિવિડન્ડ, વ્યાજ અને પેન્શન ટ્રાન્સફર જેવી ચૂકવણી કરવામાં આવે છે. આ સિવાય વીજળી, ટેલિફોન અને પાણીના બિલ પણ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ દ્વારા ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ દ્વારા જથ્થાબંધ ચૂકવણી કરવામાં આવે છે.ત્યારે હવે આવા કામમાં આ NACH લાભદાયક સાબિત થશે.