હવે ઈન્સ્ટાગ્રામની સૌથી જુની કોમેન્ટને પણ જોઈ શકાશે,જાણો કેવી રીતે?
- ઈન્સ્ટાગ્રામની સૌથી જુની કોમેન્ટને જોવી છે?
- તો તેના માટે છે કેટલાક સ્ટેપ્સ
- જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી
ઈન્સ્ટાગ્રામનો આજે પણ કરોડો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં રહેલા ફીચર્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. લોકો આજે પણ પોતાની કેટલીક યાદોને ઈન્સ્ટાગ્રામમાં સાચવીને રાખે છે અને તેના પર શેર કરતા હોય છે. આવામાં હવે ઈન્સ્ટાગ્રામમાં કોઈને પોતાની જુની કોમેન્ટ જોવી હોય તો તે પણ તે વ્યક્તિ જોઈ શકશે.
ઈન્સ્ટાગ્રામમાં આ માટે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે, જે આ પ્રમાણે છે કે સૌથી પહેલા તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. હવે બૉટમમાં રાઇટ કૉર્નર પર આવી રહેલા પોતાના ફોટા પર ક્લિક કરો અને પ્રૉપાઇલમાં જાઓ.હવે સ્ક્રીનની ટૉપ પર રાઇડ કૉર્નરમાં આવી રહેલા 3 ડૉટ પર ટેપ કરો. હવે મેન્યૂમાં યૉર એક્ટિવિટી પર ટેપ કરો.આ પછી Interactions પર ટેપ કરો. હવે Comments પર ટેપ કરો. હવે Sort & Filter પર ટેપ કરો. હવે Oldest to Newest પર ટેપ કરો.હવે Apply પર ટેપ કરો.
ઉલ્લેખનીય છે કે,કેટલીક ચાઈનીઝ એપ્લિકેશન પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવતા લોકોનું ધ્યાન ઈન્સ્ટાગ્રામ તરફ વધારે વળ્યું છે અને કંપની દ્વારા વારંવાર યુઝર્સ માટે બદલવામાં આવતા ફીચર્સ લોકોને વધારે આકર્ષિત કરે છે.