Site icon Revoi.in

લો હવે ચોર પણ સંસ્કારી થયા – પહેલા પૂજા કરી અને પછી બેંકમાંથી સોનાના દાગીનાઓ લૂંટી લીધા

Social Share

આપણા મગજમાં ચોરની ઈમેજ એટલે કે ચોરી કરે ગંડાગરદી કરે એવી હોય છે પરંતુ આજે એક અનોખા ચોર વિશે વાત કરીશુ, જેણે બેંકમાં સોનું લૂંટતા પહેલા પૂજા કરી છે સામાન્ય રીતે ભારતીયો નવો ધંધો શરૂ કરતા પહેલા અથવા ઘર અથવા કાર જેવી નવી વસ્તુઓ ખરીદ્યા પછી પૂજા કરે છે. તે શુભ શુકન માનવામાં આવે છે.જો કે કેરળમાં આ પરંપરા ચોરે નિભાવી છે., અહીંના કોલ્લમ જિલ્લામાં, ચોરોએ બેંક લૂંટતા પહેલા દારૂ અને સોપારીની પૂજા કરી, પછી 30 લાખ રૂપિયાનું સોનું અને 4 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી.

‘મનોરમા ઓનલાઈન’ના રિપોર્ટ મુજબ, ચોરોએ પઠાણપુરમના જનતા જંકશનની ‘પઠાનાપુરમ બેંકર્સ’ નામની ખાનગી નાણાકીય સંસ્થામાં આ લૂંટને અંજામ આપ્યો હતો. એક કર્મી જ્યારે સોમવારે સવારે 9 વાગ્યે પેઢી પર પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે બે લોકરમાં રાખેલા રોકડ અને 100 સોનાના સિક્કા ગાયબ હતા.

માલિકની ફરિયાદના આધારે, જ્યારે પોલીસ સ્થળ પર તપાસ કરવા પહોંચી, ત્યારે તેમને જાણવા મળ્યું કે જે લોકરમાં સોનું અને રોકડ રાખવામાં આવી હતી, તેની પાસે તેની પૂજા કરવામાં આવી હતી. જેમાં દેવતાનું ચિત્ર, દારૂની બોટલ, સોપારી, પીળો દોરો, લીંબુ અને નાનું ત્રિશૂળ હતું. તેમની સાથે એક સ્લિપ પણ હતી જેના પર લખ્યું હતું કે, ‘હું ખૂબ જ ખતરનાક છું, મારી પાછળ ન આવશો.’

રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચોરોએ પોલીસના કૂતરાઓને ગેરમાર્ગે દોરવા માટે રૂમની આસપાસ માનવ વાળ ફેલાવ્યા હતા. દેખીતી રીતે, લૂંટારુઓ છત દ્વારા ત્રણ માળની ઇમારતના પહેલા માળે પહોંચ્યા. મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલ તોડીને તેઓએ બળજબરીથી દરવાજો ખોલ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે લૂંટારાઓએ લોકર ખોલવા માટે કટરનો ઉપયોગ કર્યો હતો.