હવે દેશમાં આવતા દરેક વિદેશી પ્રવાસીઓ એ 14 દિવસો સુધી ક્વોરોન્ટાઈન રહેવું પડશે
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ આતંક ફેલાવ્યો છે, ત્યારે હવે ભારત પણ કોરોનાને લઈને સખ્ત વલણ અપવાનનામાં આવી રહ્યું છે,ભારતમાં આવતા વિદેશી લોકોએ હવે કોરોનાના નિયમોનું સખ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર વિશ્વના કેટલા દેશોમાં કોરોનાના નવા પ્રકારનો ભય વર્તાઈ રહ્યો છે,દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોનાના નવા વેરીએન્ટને ધ્યાનમાં લઈને જોતા કેન્દ્ર સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે માનક સંચાલન પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે અને નવા દિશા નિર્દેશ પ્રવાસીઓ માટે જારી કર્યા છે.
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રાલય તરફથી બુધવારના રોજ આ બાબતને લઈને નવી એસઓપી જારી કરવામાં આવી છે, જેમાં બહારથી આવતા પ્રનવાસીઓને ધ્યાનમાં લઈને નવા દિશો નિર્દેશો જારી કરવામાં આવ્યા છે
જો કે સરકારે આ એસઓપી એ અને બી એમ બે વિભાગમાં જારીકરી છે જેમાં એ વિભઆગમાં દિશા નિર્દેશ બ્રિટન, યુરોપ અને મધ્ય પુર્વથી આવતી ઉડાનને બાદ કરતા ભારતમાં આવનારા દરેક આંતર રાષ્ટ્રીય યાત્રીઓ માટે લાગૂ પડે છે. જયારે બી વિભાગમાં આ સ્થળોથી આવતા-જતા દરેક આંતરરાષ્ટ્રીય યાત્રીઓને લાગુ પડે છે.
આ દિશા નિર્દેશ મુજબ યાત્રીઓએ 14 દિવસમાં હોમ કવોરન્ટાઇનનું પાલન કરવાનું રહેશે,તે સહીત આરટી પીસીઆર નેગેટીવ રિપોર્ટ જમા કરાવવો પડશે. જો કે આ રુપોર્ટમાંથી ચોક્કસ મૃત્યુના રિઝનથી આવેલા યાત્રીઓને બાકાત રાખવામાં આવ્યા છે.
સાહિન-