Site icon Revoi.in

હવે બિહારમાં લંપી વાયરસનો ફેલાયો ભય – 2 ગાયોના મોત 1 હજારથી વધુ પશુઓ સંક્રમિત

Social Share

પટનાઃ- દેશભરમાં લંપી વાયરસે કહેર ફેલાવ્યો હતો જો કે ત્યાર બાદ આ વાયપસ કાબૂમાં આવી ગયો જો કે હવે ફરી એક વખત બિહારથી લંપી વાયરસને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં હજારો પશુઓ સંક્રમિત જોવા મળ્યા છે

પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાંમ લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છેરાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ બાદ હવે બિહારના પશુઓ લંપી વાયરસની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 જિલ્લાઓમાં લગભગ 1 હજાર 258 ગાયોમાં આ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે, જેમાંથી 2ના મોત થયા છે. જો કે તેમાંથી 933 ગાયો સારવાર બાદ સ્વસ્થ થયા છે, પરંતુ 323 પશુઓની સારવાર હજુ ચાલુ છે. 

રાજ્ય સરકારે હવે લંપી વાયરસને લઈને એલર્ટ જાહેર કરી ગાયોનું રસીકરણ ઝડપી કરવાની સૂચના આપવામાં આવી છે. એનિમલ હેલ્થ એન્ડ પ્રોડક્શન ઇન્સ્ટિટ્યૂટે લંપી વાયરસના ફેલાવાને રોકવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.

વધુ જાણકારી અનુસાર બિહારના 10 જિલ્લામાં લમ્પી વાયરસના લક્ષણો સૌથી વધુ મળી આવ્યા છે. આ જિલ્લાઓમાં પટના, ગયા, કૈમુર, બક્સર, નાલંદા, જહાનાબાદ, દરભંગા, પૂર્ણિયા, નવાદા અને શેખપુરાનો સમાવેશ થાય છે જ્યા લંપીનો કહેર જોવા મળી રહ્યો છે. 

બિહારમાં હાલમાં આ વાયરસ માત્ર પશુઓમાં જોવા મળ્યો છે, પરંતુ તમામ જિલ્લાઓને અન્ય પ્રાણીઓ માટે પણ એલર્ટ કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે જિલ્લા સ્તરે રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી છે. આ વાયરસથી બચવા માટે પશુચિકિત્સકોને પણ તાલીમ અપાઈ રહી છે.

પશુ અને મત્સ્ય સંસાધન વિભાગના સચિવ એન સરવને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં  કહ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. નિયંત્રણ માટે જિલ્લા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી છે. 40,100 પશુઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી આ રોગ બિહારમાં માત્ર ગાયમાં જોવા મળ્યો છે.