1. Home
  2. ગુજરાતી
  3. હવે ઓક્ટોબરની 1લી તારીખથી ક્રિકેટને લગતા નિયમોમાં થશે ફેરફાર – જાણો ICC એ કયા નિયમો બદલ્યા
હવે ઓક્ટોબરની 1લી તારીખથી ક્રિકેટને લગતા નિયમોમાં થશે ફેરફાર – જાણો ICC એ કયા નિયમો બદલ્યા

હવે ઓક્ટોબરની 1લી તારીખથી ક્રિકેટને લગતા નિયમોમાં થશે ફેરફાર – જાણો ICC એ કયા નિયમો બદલ્યા

0
Social Share
  • 1લી ઓક્ટોબરથી ક્રિકેટના નિયમો બદલાશે 
  • અનેક નિયમોમાં થઈ રહ્યો છે ફેરફાર

દિલ્હીઃ- 1લી ઓક્ટોબરના રોજથી ક્રિકેટને લગતા કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે આ મામલે  આજરોજ મંગળવારે આઈસીસી દ્રારા જાહેરાત પણ કરવામાં આવી છે, આ બબાતે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની પુરૂષ ક્રિકેટ સમિતિએ MCCના 2017ના ક્રિકેટ નિયમોની ત્રીજી આવૃત્તિમાં રમવાની સ્થિતિમાં ફેરફારની ભલામણ કરી હતી. તારણો મહિલા ક્રિકેટ સમિતિ સાથે પણ શેર કરવામાં આવ્યા હતા, જેણે ભલામણોને સમર્થન આપ્યું .જ્યારે હવે આ નવા નિયમો 1 ઓક્ટોબર 2022 થી અમલી બની રહ્યા છેઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં આ નવા નિયમોનું પાલન કરવામાં આવશે.

જાણો આ નવા નિયમોમાં શું બદલાયું છે

નવા નિયમ મુજબ હવેથી જો  બેટ્સમેન કેચ આઉટ થશે તો પણ નવો બેટર સ્ટ્રાઈક પર આવશે. અત્યાર સુધી એવું  હતું કે કેચ દરમિયાન સ્ટ્રોક બદલવામાં આવે ત્યારે નવો બેટ્સમેન બીજા છેડે જતો હતો.

બોલ પર જે થૂંક લગાવીને પછી થ્લારો કરવામાં આવતો હતો તેના પર સંપૂર્ળમ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે આ પબહેલા કોરોના મહામારીને કારણ ેપ્રતિબંધ હતો જો કે તે હવે કાયમ માટે બેન કરાયું છે.

જો બોલરની બોલિંગ દરમિયાન કોઈ અયોગ્ય અને ઈરાદાપૂર્વકની હિલનચલન કરવામાં આવશે, તો તેને અમ્પાયર દ્વારા ડેડ બોલ આપવામાં આવશે, આ  સહીત હવેથી આ ઉપરાંત બેટિંગ ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળશે.

જો બોલર તેની ડિલિવરી સ્ટ્રાઈડમાં પ્રવેશતા પહેલા સ્ટ્રાઈકરને રનઆઉટ કરવાના પ્રયાસમાં બોલ ફેંકે છે, તો તે હવે ડેડ બોલ ગણવામાં આવશે.

આ સહીત નવા નિયમમાં હવેથી નવા બેટ્સમેને ટેસ્ટ અને વનડેમાં બે મિનિટમાં સ્ટ્રાઈક લેવી પડશે, જ્યારે ટી-20માં તેની સમય મર્યાદા 90 સેકન્ડની રખાઈ છે. પ્રથમ બેટ્સમેનના આઉટ થયા બાદ નવા ખેલાડીને ટેસ્ટ અને વનડેમાં ત્રણ મિનિટનો સમય મળતો હતો. જો બેટ્સમેન આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ આઉટની માંગ કરી શકે છે.

આ સાથે જ હવે થી ટી 20 મેચની જેમ હવે ODI ક્રિકેટમાં પણ જો ઓવર સમયસર પૂરી ન થાય તો ફિલ્ડિંગ ટીમે 30 યાર્ડના સર્કલની અંદર વધારાનો ફિલ્ડર રાખવો જ પડશે.

આ સહીત બીજા નિયમની જો વાત કરીએ તો જો બોલ પિચની બહાર પડે છે,બેટ્સમેનને બોલ રમવાનો અધિકાર હશે જો બેટનો અમુક ભાગ અથવા જો તે પિચની અંદર હોય. જ્યારે તે બહાર જશે ત્યારે અમ્પાયર ડેડ બોલનો સંકેત આપશે. કોઈપણ બોલ જેને પિચ છોડવાની ફરજ પાડવામાં આવે છે તે નો-બોલ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code