- છાતીમાં જામી ગયેલા કફને કરો દુર
- ઘરેલુ ઉપાય રહેશે ફાયદાકારક
- સામાન્ય પદ્ધતિથી કરો કફને દુર
હાલના સમયમાં જો શરદી કફ કે ખાંસી ઉધરસ આવે તો પણ લોકોને ચિંતા થવા લાગે છે. આવા સમયમાં સૌથી મોટો જો કોઈને ડર હોય તો તે છે કોરોના વાયરસનો. તો જો શક્ય હોય તો બીમારીનો ઈલાજ ઘરે રહીને જ કરો કે જેથી તમને ઘરની સારવાર પણ મળી રહે અને કોરોના વાયરસના સંક્રમણથી પણ બચી શકાય.
જો તમને કફ થયો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બદલાતા વાતાવરણના કારણે પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જો લોકોને લાંબા સમય સુધી છાતીમાં કફ જમા રહે છે. તો તેના કારણે ફેફસાંમાં સંક્રમણ અને સોજાની શરૂઆત થઈ શકે છે. પણ હવે તમે તેનો ઈલાજ જાતે જ ઘરે કરી શકો છો.
છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળી મરીનું સેવન પણ લાભકારી સાબિત થઇ શકે છે. ગળામાં ખરાશ અને શરદી ખાસીની પરેશાની પણ દૂર થઇ શકે છે. તમે કાળી મરીને એક ચમચી મધમાં વાટીને લો. કાળી મરીથી બનેલો ઉકાળાનું સેવન પણ તમે કરી શકો છો.
આ ઉપરાંત કફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવા દૂર કરી શકાય છે સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.
કફને દૂર કરવા માટે સ્ટીમ લેવું સૌથી સારો વિકલ્પ છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે. તેમજ તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે. તો તે કફને દૂર કરવામાં મદદ કરે છે. આ સમયમાં આમ પણ એક્સપર્ટ બેથી ત્રણવાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.
આરોગ્યના જાણકારો તે પણ જણાવે છે કે, ફુદીનાના તેલને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે.ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો.