હવે ત્રિપુરામાં હિજાબ વિવાદ , યુવકે શાળામાં હિજાબ પહેરવાનું સમર્થન આપતા અન્ય લોકો દ્રારા મારપીટની ફરીયાદ નોંધાઈ
દિલ્હીઃ- કર્ણાટકમાં થોડા મહિના અગાઉ હિજાબ વિવાદ સર્જાયો હતો આ મામલો સુપ્રિમકોર્ટ સુઘી પહોચ્યો હતો શાળામાં વિદ્યાર્થીનીઓ દ્રાર હિજાબ પહેરવા પર પ્રતિબંઘ મૂકાયો હતો જો કે બે દિવસ અગાઉ આવી જ ઘટના મુંબઈની કોલેજમાંથી સામે આવી ત્યારે હજી તે વિવાદ શાંત નથી થયો ત્યારે તો હવે ત્રિપુરા રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવી છે ,જો કે અહી મામલો કંઈક અલગ જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ત્રિપુરામાં હિજાબને લઈને એક વિદ્યાર્થીની સાથે મારપીટની ઘટના સામે આવી છે. એવો આરોપ લગાવવામાં આનવ્યો છે કે વિદ્યાર્થીએ સ્કૂલમાં હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓનું સમર્થન કર્યું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરીને તેને ઈજા પહોંચાડી હતી.
વઘુ મળતી વિગત અનુસાર પોલીસે આ મામલામાં કોઈ પણ પ્રકારનો ધાર્મિક એન્ગલ હોવાનો ખુલાસો કર્યો નથી તેમણે આ કેસને ઘાર્મિક મામલાથી અલગ તાર્યો છે.જો ઘટના વિશે સંપૂર્ણ વિગહતવાર વાત કરવામાં આવે તો આ ઘટના ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાની છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ત્રિપુરાની કોરોઈમુરા હાયર સેકન્ડરી સ્કૂલના મુખ્ય શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબને બદલે શાળામાં યોગ્ય સ્કૂલ યુનિફોર્મમાં દ આવવા કહ્યું હતું. હિજાબ પહેરવાથી રોકવામાં આવતા વિદ્યાર્થીઓના એક જૂથમાં રોષ ફેલાયો હતો આ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ એ પ્રિન્સિપલ સરની ઓફીસમાં હંગામો કરી તોડફોડ કરી હતી જેમાં સમર્થન આપનાર તે વિદ્યાર્થી પણ હતો જેને કારણ અન્ય લોકો દ્રારા તેના સાથએ મારપીટની ઘટના બની હતી.વિદ્યાર્થી શાળા પરિસરમાંથી બહાર આવ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સાથે કથિત રીતે સંકળાયેલા લોકોના ટોળાએ તેને ઘેરી લીધો અને હુમલો કર્યો. હુમલામાં ટીનેજ વિદ્યાર્થીને ઈજા થઈ હતી જેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જો કે હવે આ ઘટના મામલે પોલીસ દ્રાર કેસ નોંઘાઈ ચૂક્યો છે પોલીસે આ ઘટનાને ઘાર્મિક એન્ગલ ગણાવી નથી પોલીસ દ્રારા આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ ઘટના કોઈપણ રીતે કોઈ ધાર્મિક મુદ્દા સાથે સંબંધિત નથી બીજી તરફ શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવાની અપીલ કરાઈ છે.