હવે હોમમેડ ઈન્સ્ટન્ટ ચણાદાળનો લોચો બનાવવો હોય તો જોઈલો રીત, ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ થશે તૈયાર
સાહિન મુલતાનીઃ-
લોચો સુરતનો જાણીતો નાસ્તો છે , લોચો બનાવવા માટે આમ તો સામાન્ય રીતે રાત્રે દાળને પલાળવામાં આવે થે અથવા તો 4-5 કલાક દાળને પલાળવામાં આવે છે પણ જો સવારે જાગીને ચા સાથે બહાર મળતા લોચો જેવો જ ટેસ્ટ જોઈતો હોય અને એ પણ 20 મિનિટ માં ત્યારે આ રીત તમારે ખૂબ કામ લાગશે, ઈન્સ્ટન્ટ લોચો બનાવા માટે જોઈલો આ રીત
સામગ્રી
- 1 કપ – ચણીની દાળ
- 2 કપ – છાસ
- 3 નંગ – લીલા મરચા
- 1 નંગ – આદુનો ટૂકડો
- સ્વાદ અનુસાર – મીઠું
- 2 ચપટી – હરદળ
- સેવ
- ચાટ મસાલો
લોચો બનાવાની રીતઃ-
સૌ પ્રથમ જ્યારે પણ એમ થાય કે લોચો ખાવો છે એટલે તરત જ બરણીમાંથી 1 કપ ચઆણીની દાળ લો, હવે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા રાખો તેમાં આ દાળ નાખીને 5 મિનિટ ઘીમી આંચ પર ફેરવી ફેરવીને શેકીલો, હવે 5 મિનિટ બાસ ગેસ બંધ કરીને વધુ 5 મિનિટ સુધી દાળને થોડી ઠંડી થવાદો.
હવે મિક્સરની જાર લો તેમાં દાળ નાખીને ગરગરો લોટ થાય તે રીતે તેને દળી લો.
હવે એક વાસણમાં દળેલી દાળ લો તેમાં 2 કપ છાસ નાખો અને તેની અંદર આદુ મરચાની પેસ્ટ એડ કરીને બરાબર મિક્સ કરો
હવે આ મિશ્રણને 5 મિનિટ ઢાકીને આમ જ રહેવાદો
5 મિનિટ બાદ આ મિશ્રણમાં મીઠું અને હરદળ એડ કરીદો, આ સાથએ જ અડધો કપ પાણી એડ કરી બરાબર મિક્સ કરો
હવે ગેસ પર ઢોકળીયું ગરમ કરો હવે ઢોકળાની ડિશને તેલથી ગ્રીશ કરીલો અને તેમાં ચણાની દાળનું જે બેટર તૈયાર કર્યું છે તે નાખો, હવે 10 મિનિટ બાફઈલો. તૈયાર છે તમારો ગરમા ગરમ હોમમેડ હેલ્ઘી લોચો
હવે એક પ્લેટમાં લોચો લો તેમાં કાચુ શઈંગતેલ નાખો સેવ નાખો અને ચાટ મસાલો નાખો તૈયાર છે લોચો,