Site icon Revoi.in

હવે ચંદિગઢમાં પણ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈ હટાવાઈ – કોવિડ-19ના  તમામ નિયંત્રણો હટાવાયા

Social Share

ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 800થી પણ ઓછા કેસ નોંધાયા છે આવી સ્થિતિમાં ઘણા રાજ્યોએ કોરોનાના કારણે લગાવેલા પ્રતિબંધો હળવા કરી દીધા છે,જેમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીએ માસ્ક ન પહેરવા પર જે દંડ વસુલવાની જોગવાઈ હતી તે પણ દૂર કરી છએ ત્યારે હવે આ શ્રેણીમાં ચંદિગઢ શહેર પણ સમાવેશ પામ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના કેસોમાં રાહત મળતાની સાથે જ ચંદીગઢ વહીવટીતંત્રે સોમવારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સહિતના બાકીના તમામ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો હટાવ્યા છે. 

વહિવટ તંત્રના આદેશ મુજબ, હવેથી જાહેરમાં અથવા કાર્યસ્થળ પર ફેસ માસ્ક ન પહેરવા પર કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. પરંતુ  વહીવટીતંત્ર એ લોકોને ફેસ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપવામાં આવી  છે અને લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું છે.

જારી  કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 22 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, બાકીના તમામ આદેશો અને માર્ગદર્શિકાઓ તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે છે. આ સાથે જ હવેથી માસ્ક ન પહેરવા બદલ કોઈ દંડ કરવામાં આવશે નહીં, આ સાથે માસ્ક પહેરવા શારીરિક અતંર જાળવવા અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી છે.