Site icon Revoi.in

હવે ફ્રાંસમાં બુરખાને લઈને નવો નિયમ જારી, શાળાઓમાં બુરખો પહેરવાલ પર લાગ્યો પ્રતિબંઘ

Social Share

દિલ્હીઃ- ભારતના કર્ણાટક સહીતના રાજ્યમાં સ્કુલમાં બુરખા પહેરવાને લઈને વિવાદ બાદ હવે ફ્રાંસમાં શઆળાઓમાં બુરખો પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો છે પ્રાપ્ત વિગહત પ્રમાણે ફ્રાન્સની શાળાઓમાં હવે ધાર્મિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ફ્રાન્સની સરકારે શાળાઓમાં યુવતીઓને અબાયા એટલે કે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રી ગેબ્રિયલ એટોલે કહ્યું કે સરકારી શાળાઓમાં અબાયા પહેરવામાં આવશે નહીં.ઉલ્લેખનીય છે કે અબાયા સંપૂર્ણ બુરખો છે.

આ સમગ્ર બાબતને લઈને અધિકારીઓનું કહેવું છે કે ફ્રાન્સની શાળાઓમાં કડક ધર્મનિરપેક્ષ કાયદો અમલમાં છે, પરંતુ શાળામાં અબાયા પહેરીને આવવું એ આ કાયદાનું ઉલ્લંઘન છે.શિક્ષણ પ્રધાન ગેબ્રિયલ અટલે કહ્યું કે ધર્મનિરપેક્ષતાનો અર્થ છે શાળાઓ દ્વારા પોતાને મુક્ત કરવાની સ્વતંત્રતા છે. અબાયાને ધાર્મિક પોશાક ગણાવતા તેમણે કહ્યું કે તેને પહેરવું એ દેશના ધર્મનિરપેક્ષ કાયદાઓની પરીક્ષા લેવા જેવું છે, જેનું શાળાઓ પણ પાલન કરે છે.

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે 2004માં શાળાઓમાં હેડસ્કાર્ફ અને 2010માં જાહેરમાં ચહેરાના બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પર ત્યાં રહેતા 50 લાખ મુસ્લિમ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.  ફ્રેન્ચ જમણેરી અને અત્યંત જમણેરી લોકોએ અબાયા પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર પર દબાણ કર્યું હતું, જ્યારે ડાબેરીઓએ દલીલ કરી હતી કે તે લોકોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.જો કે હવે ફ્રાંસે આ બબાતે નિર્ણય લઈ લીઘો છે.