હવે ચીનની દરેક હરકત પર રહે છે ભારતની બાજ નજર, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ પગલાઓ
દિલ્હીઃ- ચીન સાથે ભારતના સંબંઘો હંમેશાથી ખરાબ રહ્યા છએ એલઓસી પર અથડામણ બાદ ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ત્યારથી ચીન ભારત પર ખોટી પ્રવૃત્તિઓ અપનાવી રહી છે જો કે હવે ભારત સરકાર કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવા જઈ રહી છે જેને લઈને હવે ચીન પર ભારતની બાજ નજર રહેશે,
આ મામલે મળતી વિગત પ્રમાણે લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની ભારત-ચીન સરહદે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (બોર્ડર પોસ્ટ્સ પર દેખરેખ અને માહિતી સંગ્રહ માટે ગુપ્તચર અધિકારીઓની વધારાની ટીમ તૈનાત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટની જો માનીએ તો હવે કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જેને બોર્ડર ઈન્ટેલિજન્સ પોસ્ટ તરીકે ઓળખવામાં આવશે ચીનની નાપાક ગતિવિધિઓને જોતા સરકારે સમગ્ર સરહદ પર ગુપ્તચર દેખરેખ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સરહદ સુરક્ષા માટે તૈનાત ITBPની બોર્ડર પોસ્ટ સાથે બોર્ડર ઈન્ટેલિજન્સ પોસ્ટ (BIP) ખોલવામાં આવશે. એક BIPમાં લગભગ છ અધિકારીઓ હશે, જેઓ ચીનની ગતિવિધિઓ પર ગુપ્તચર નજર રાખશે. હાલમાં અમુક BOP પર જ BIP કરવામાં આવી છે.
આ સહીતની જણાકરી પ્રમાણે BIP પર ચાર-પાંચ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે અને ITBPના જવાનો તેમની સુરક્ષા કરશે. જે કર્મચારીઓને BIP પર તૈનાત કરવામાં આવશે તેઓ સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખશે અને ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે અપડેટ્સ શેર કરશે. જોકે, સ્ત્રોતે પ્રોજેક્ટની સંવેદનશીલતાને ટાંકીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે મંજૂર કરાયેલી રકમ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સરહદ પર ચીનની વધતી ગતિવિધિઓ અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના અતિક્રમણને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરહદ પર ચીન દરરોજ કોઈને કોઈ નાપાક હરકતો કરતું રહે છે, જેનો ભારતીય સૈનિકોએ ઘણી વખત જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં લદ્દાખમાં જૂન 2020થી ભારતીય સેના અને PLA વચ્ચે અથડામણ ચાલુ છે.