- અમેરિકા સાથે મળીને ભારત ડ્રોન બનાવશે
- આ નિર્ણયથી હવે ચીનની ખેર નથી
- ચીન પર રહેશે બાજ નજર
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ચીન સાથે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો ચે ચીનની પોતાની હરકતથી બાજ નથી આવી રહ્યું ત્યારે હવે ચીન સામેના પડકારો માટે ભારતને અમેરિકા સાથે હાથ મિલાવ્યો છે હવે ભારત અમેરિકા સાથે મળીને ડ્રોનનું નિર્માણ કરશે.ઉલ્લેખનીય છે કે 2016 માં, યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને “મુખ્ય સંરક્ષણ ભાગીદાર” તરીકે નિયુક્ત કર્યું. ત્યારથી, બંને દેશો એવા કરારો પર હસ્તાક્ષર કરી રહ્યા છે જે ઉચ્ચ-વર્ગના શસ્ત્રોના ટ્રાન્સફરની સુવિધા આપે છે,જે હેઠળ બન્ને દેશો વચ્ચેના સેન્ય સહકાર વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે.
હાલ આ ડ્રોન નિર્માણના બાબતે પેન્ટાગોનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા અને ભારત સંયુક્ત રીતે ડ્રોનનું નિર્માણ કરશે. ચીનનો સામનો કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સાથે જ આ બાબતને લઈને અધિકારીએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સંયુક્ત રીતે ડ્રોનનું નિર્માણ કરશે, કારણ કે વોશિંગ્ટન ચીનનો સામનો કરવાના માર્ગ તરીકે દિલ્હી સાથે ગાઢ સંબંધો ઇચ્છે છે. અધિકારીએ કહ્યું કે ભારત માત્ર આ ડ્રોન જ નહીં પરંતુ તે તેના પડોશી દેશોમાં ડ્રોનનો નિકાસ પણ કરી શકશે.
આથી વિશેષ આ અધિકારીએ માહિતી આપી હતી કે ભારત તેના હથિયારોમાં વિવિધતા લાવવા માંગે છે, જે મુખ્યત્વે રશિયા દ્રારા બનાવાયેલા છે. આ માટે ભારત પોતાના સંરક્ષણ ઉદ્યોગો વિકસાવવા માંગે છે.
ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ ડિફેન્સ એલી રેટનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ભારતના પોતાના સંરક્ષણ આધુનિકીકરણ માટે મહત્વપૂર્ણ એવા સહ-ઉત્પાદન અને સહ-વિકાસ ક્ષમતાઓ પર ભારત સાથે નજીકથી કામ કરવા જઈ રહ્યા છીએ