દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પ્રમાણે હવે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન માન્યતા ભારતીય તબીબી સ્નાતકો માટે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાં માસ્ટર્સ તાલીમ અને પ્રેક્ટિસ કરવા માટેના માર્ગો ખોલશે.
જાણકારી પ્રમાણે હવે આ માન્યતા હેઠળ, હાલની તમામ 706 મેડિકલ કોલેજોએ WFME માન્યતા પ્રાપ્ત કરી છે અને આગામી 10 વર્ષમાં સ્થાપિત થનારી નવી મેડિકલ કોલેજોને આપોઆપ WFME માન્યતા પ્રાપ્ત થશે.આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માન્ય ધોરણોને કારણે ભારતમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. વધુમાં, નેશનલ મેડિકલ કમિશનને ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને ધોરણોને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે સંરેખિત કરીને તેને વધારવાનો ખાસ અઘિકાર પ્રાપ્ત થશે.
ભારતના નેશનલ મેડિકલ કમિશન ને 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનમાન્યતા દરજ્જો આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ હવે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એક વૈશ્વિક સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં તબીબી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કામ કરે છે.ઉલ્લેખનીય છે કેવર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એક વૈશ્વિક સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં તબીબી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કામ કરે છે. WFME નું મિશન સમગ્ર માનવજાત માટે વધુ સારી આરોગ્ય સંભાળ માટે પ્રયત્ન કરવાનું છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, WFME નો પ્રથમ ઉદ્દેશ્ય તબીબી શિક્ષણમાં સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક ધોરણોને પ્રોત્સાહન આપીને વિશ્વભરમાં તબીબી શિક્ષણની ગુણવત્તાને વધારવાનો છે. આ સહીત આ માન્યતા ભારતીય મેડિકલ કોલેજો અને વ્યાવસાયિકોની આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. કોલેજો શૈક્ષણિક સહયોગ અને વિનિમયની સુવિધા આપશે અને તબીબી શિક્ષણમાં સતત સુધારણા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. તબીબી શિક્ષકો અને સંસ્થાઓમાં ગુણવત્તા ખાતરીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે.