Site icon Revoi.in

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર વ્યવહારો કર્યા હતા.

સિંગાપોર પહેલો દેશ છે જેની સાથે ક્રોસ બોર્ડર પર્સન ટુ પર્સન (P2P) પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સિંગાપોરમાં ભારતીય ડાયસ્પોરાને, ખાસ કરીને સ્થળાંતરિત કામદારો/વિદ્યાર્થીઓને મદદ કરશે અને સિંગાપોરથી ભારતમાં તત્કાલ અને ઓછા ખર્ચે નાણાં ટ્રાન્સફર કરીને સામાન્ય માણસને ડિજિટલાઇઝેશન અને ફિનટેકના લાભો પહોંચાડશે અને તેનાથી ઊલટું સિંગાપોરમાં પસંદગીના વેપારી આઉટલેટ્સમાં QR કોડ દ્વારા UPI ચૂકવણીની સ્વીકૃતિ પહેલેથી જ ઉપલબ્ધ છે.

વર્ચ્યુઅલ લોંચ પહેલા બંને વડાપ્રધાનો વચ્ચેના ફોન કૉલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પરસ્પર હિતના ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમએ ભારત-સિંગાપોર સંબંધોને આગળ વધારવામાં તેમની ભાગીદારી માટે વડાપ્રધાન લીનો આભાર માન્યો અને ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ તેમની સાથે કામ કરવા આતુર છીએ.

(PHOTO-FILE)