હવે સાદા ઘઉંના બદલે આ ખાસ પ્રકારના ઘંઉનું કરો સેવન, જેના થશે ડબલ ફાયદાઓ
- કાળ ઘઉં ખાવાથી થાય છે અનેક ફાયદાઓ
- ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઘઉઁ
સામાન્ય રતે ઘઉં એક એવું ઘાન્ય છે કે જેને વિશ્વભરમાં સૌ કોઈ જાણે છે અને તેનો ખોરાકમાં ઉપયોગ પણ કરે છે,ઘઉંની રોટલી હંમેશાથી આપણા દેશમાં ખવાય છે, ઘંઉ વિશે દરેકને માહિતી હશે જ ,પણ કદાચ તમે કાળઆ રંગના ઘઉં વિશએ ક્યારેય નહી સાંભ્યું હોય , તો આજે વાત કરીશું કાળા ઘઉં વિશે, જેને ખાવાથઈ અદભૂત ફાયદાઓ થાય છે,કાળા ઘઉં આરોગ્યની દર્ષ્ટિએ ખૂબજ ગુણકારી ગણવામાં આવે છે.જો કે કાળા ઘઉઁનો પાક કુદરતી રીતે ઘણા ઓછા રાજ્યમાં થાય છે,જેને ભારતમાં નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીય્યૂટ મોહાલીએ દ્રારા તૈયાર કરવામાં આવ્યા છે.
કાળા ઘઉંની શોધ
નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ મોહાલીએ સતત સાત વર્ષના રિસર્ચ બાદ આપછી વિતેલા વર્ષે નવેમ્બરમાં કાળા ઘઉંની પેટન્ટ કરાવી હતી. એનએબીઆઈએ આ ઘઉંમે નાબી એમજી નામ આપ્યું છે.
જાણો કાળા ઘઉંના ફાયદાઓ
- કાળા ઘઉં પૌષ્ટિક ત્તવોથી ભરપુર હોય છે
અનેક બીજની મદદથી તેને તૈયાર કરવામાં આવ્યા છે,જેમાં જાંબુ અને બ્લૂબેરી જેવા ફળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. - કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 60 ટકા વધારે આયરન સમાયેલું હોય છે.
- જો કે આ ઘઉં કાળા છે પરંતુ તેની રોટલી આપણા સાદા ઘઉં દેવી જ થતી હોય છે.
- કાળા ઘઉંમાં અનેથોસાએનિન નામક પિગમેન્ટ સમાયેલા હોય છે.
- આ ઘઉંનુ સેવન કરવાથી વેઈટલોક કરવામાં સારી એવી મદદ મળી રહે છે.
- આ ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીમાં કાર્બોહાઈડ્રેડ ,વિટામીન ઝિંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે આરોગ્યને ઘણો ફાયદો પહોંચાડે છે.
- આ ઘઉંનું સેવન ડાયાબિટીઝ અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે, આ પ્રકારના દર્દીઓએ આ ઘઉંનું સેવન કરવું જોઈએ.
- આ ઘઉંનું સેવન કરવાથી એસીટિડીની સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.