Site icon Revoi.in

આવક કરતા ખર્ચ વધારે હોવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાનો હાલ યોગ્ય સમય નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન

Social Share

અમદાવાદઃ એક કહેવત છે કે, ‘આમદી અઠન્ની, ખર્ચા રૂપૈયા’. કોવિડ મહામારીમાં કંઈ આવી જ હાલમાં દેશનું અર્થતંત્ર છે. કેન્દ્ર સરકારની આવક ઘટી છે બીજી તરફ ખર્ચમાં વધારો થયો છે. આવામાં પટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આવો સંકેત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 100ને પાર થઈ ગઈ છે. પેટ્રો ઉત્પાદનની વધતી કિંમતોને પગલે વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર સામે વાક પ્રહાર કરી રહ્યું છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ તાજેતરમાં કહ્યું હતું કે, સરકારે આ મામલે કોઈ યોગ્ય પગલા લેવા જોઈએ.

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રો ઉત્પાદોની કિંમતમાં થઈ રહેલા વધારે અંગે કહ્યું હતું કે, સરકારની આવક ખુબ જ ઓછી થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2020-21માં આવક ઓછી રહેતા તેની અસર વર્ષ 2021-22માં જોવા મળી રહી છે. સરકારની આવક ઘટી છે તો બીજી તરફ ખર્ચામાં વધારો થયો છે. હેલ્થ સેક્ટરમાં ખર્ચ વધ્યો છે. વેલફેર એક્ટિવિટીઝમાં પણ સરકાર ખર્ચ કરી રહી છે. વધેલો ખર્ચ અને આવક ઘટતા હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાનો યોગ્ય સમય નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજની મુખ્યકારણ

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ડિઝલ-પેટ્રોલની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલનો ભાલ 70 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચ્યો છે. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે.