તહેવારના સમયમાં લોકો પ્રોપર્ટી ખરીદવાનું વધારે વિચારતા હોય છે, તો કેટલાક લોકો સોનુ-ચાંદી ખરીદવાનું વિચારતા હોય છે. આવામાં કેટલાક પ્રોપર્ટી અથવા રિયલ એસ્ટેટ એક્સપર્ટના કહેવા પ્રમાણે આ સમયે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવાનો યોગ્ય સમય છે.
જાણકારોના કહેવા પ્રમાણે એક સર્વેમાં જણાવ્યું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન બરબાદ થઈ ગયેલું પ્રોપર્ટી સેક્ટર ફરી એકવાર ડિમાન્ડમાં આવી ગયું છે. આ સર્વે અનુસાર, રિયલ એસ્ટેટ રોકાણ માટે પસંદગીની સંપત્તિ કેટેગરી બની રહી છે અને લગભગ 50 ટકા સંભવિત ગ્રાહકો આગામી મહિનાઓમાં તેના ભાવમાં વધારો જોશે.
સર્વેમાં સામેલ 47 ટકા રિયલ એસ્ટેટમાં રોકાણને પસંદગી જણાવવામાં આવી, જો સ્ટોક, સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી અન્ય વર્ગો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ડેટા દર્શાવે છે કે 21 ટકા લોકો શેરબજારમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જ્યારે 16 ટકા ફિક્સ્ડ ડિપોઝિટમાં અને 15 ટકા સોનામાં રોકાણ કરે છે. 2022ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, મકાનોના ભાવમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો થયો છે. 48 ટકા લોકોનું અનુમાન છે કે આગામી મહિનાઓમાં ભાવ વધુ વધશે. નિષ્ણાતો અનુસાર કોવિડ-19 રોગચાળાના બીજા તરંગ પછી ભારતના રહેણાંક બજારે માંગમાં તીવ્ર રિકવરી નોંધાવી છે. ધિરાણની વધતી કિંમત, ઈનપુટ ખર્ચમાં વધારો અને મજબૂત માંગને કારણે હાઉસિંગના ભાવમાં વધારો થયો છે.