Site icon Revoi.in

હવે Paytm થી રિચાર્જ કરવું મોંઘુ થયું -આ માટે  ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

Social Share

દિલ્હીઃ- પેટીએમ ચૂકવણી એપ્લિકેશનથી આપણે સો કોઈ વાકેફ છીએ મોટા ભાગના લોકો આ એપ દ્રારા પૈસાની ચૂકવણી કરતા હોય ચે ખાસ કરીને ફોન કે પછી ટીવીનું રિચાર્જ પણ આ એપ દ્રારા કરવામાં આવે થે ત્યારે હવે જો તમે પેટીએમથી ફોન પર રિચાર્જ કરાવી રહ્યા છો તો તમાને કંપની મોટો ઝટકો આપ્યો છે

જાણકારી પ્રમાણે હવે તમારે Paytm દ્વારા રિચાર્જ કરવા માટે સરચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ચાર્જ તમારા રિચાર્જની રકમના આધારે 1 થી 6 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. Gadgets360 ના અહેવાલની જો વાત માનીએ તો, આ Paytm દ્વારા કરવામાં આવેલા તમામ રિચાર્જ માટે લાગુ થશે, પછી ભલે તમે તેને Paytm Wallet દ્વારા કરી રહ્યાં હોવ અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરનામાં આવતું હોય.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હાલમાં, આ અપડેટ બધા વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવ્યું નથી. જો કે, જ્યારે અમે Paytm દ્વારા  રિચાર્જ કરવામાં આવ્યું ત્યારે 719 રૂપિયાને બદલે અમારી પાસેથી 722 રૂપિયા લેવામાં આવ્યા હતા, જેમાં 3 રૂપિયાનો સરચાર્જ સામેલ હતો

જો કે આ બબાતે . Paytm એ પોતે પણ લખ્યું હતું કે આ રિચાર્જમાં 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે Paytmના હરીફ ફોનપેએ પણ ટ્રાયલ દરમિયાન મોબાઈલ રિચાર્જ માટે સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું.

ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓએ એવો પણ દાવો કર્યો છે કે Paytm એ સુવિધા ફી તરીકે સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. આ ચાર્જ 100થી ઉપરના તમામ વ્યવહારો પર લાગૂ થશે