- નેટફ્લિક્સનો પાસવર્ડ એકબીજા સાથે નહી કરી સકાશે શેર
- કંપનીઆ આ બાબતને લઈને કરી એક ખાસ જાહેરાત
દિલ્હીઃ- કોરોના મહામારી બાદ ઓટીટી પ્લેટફોર્મ એ પોતાની જગ્યા દર્શકોમાં ખાસ બનાવી લીધી છે,આજકાલ ઘણા મૂવી વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ જાણીતુ ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ ચો નેટફ્લિક્સનું નામ મોખરે આવે છે, મોટા ભાગના લોકો એક અકાઉન્ટમાં રિઝાર્જ કરાવીને પાસવર્ડ એક બીજા સાથે શેર કરીને કામ ચલાવતા હોય છે જો કે હવે નેટફ્લિક્સ યૂઝર્સને આ બબાત ઝટકો લાગ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં, નેટફ્લિક્સે જણાવ્યું હતું કે વિશ્વભરમાં તેના 100 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ્સ શેર કરે છે.ત્યારે હવે નેટફ્લિક્સ દ્વારા તેની આવક વધારવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે નેટફ્લિક્સ એકાઉન્ટનો ઉપયોગ ફક્ત પરિવાર જ કરી શકે છે.આપ્લેટફોર્મનું સંચાલન કરતી કંપની નેટફ્લિક્સ દ્વારા તેની આવક વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.નહી તો અનેક લોકો પાસવર્ડ શેર કરીને એક જ એકાઉન્ટ વાપરી શકતા હતા.હવે કંપનીના આનિર્ણયથી પાસવર્ડ શેર કરતા લોકો પણ તેની અસર પડશે.
દરેક કંપની તેની આવક વધારવા માટે સતત કામ કરે છે. કેટલાક દેશોમાં, કંપની દ્વારા એકાઉન્ટ પાસવર્ડ શેર કરનારા વપરાશકર્તાઓ માટે એક યોજના રજૂ કરવામાં આવી હતી, જેમાં વપરાશકર્તાઓ કેટલાક વધારાના પૈસા ચૂકવીને એક સાથે ઘણા વધુ લોકોને ઉમેરી શકે છે. હવે તે 100 થી વધુ દેશોમાં વિસ્તૃત અને લાગુ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે નેટફ્લિક્સના ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ કંપનીના યુઝર્સના પાસવર્ડ શેર કરવાનું સામે આવ્યું હતું.
વિતેલા મહિનામાં નેટફ્લિક્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 232.5 મિલિયન થઈ ગઈ છે. કંપનીએ તેની આવક વધારવા માટે એડ-આધારિત સબસ્ક્રિપ્શન પણ શરૂ કર્યું છે, જેના લગભગ 5 મિલિયન વપરાશકર્તાઓ છે.