Site icon Revoi.in

હવે સમુદ્રના ઊંડાણમાં મુસાફરી કરવી બનશે સરળ,જાણો પેસેન્જર સબમરીન વિશે

Social Share

હવે સમુદ્રની લહેરો પર જ નહીં,ઊંડાણમાં પણ મુસાફરી કરી શકાશે. નેધરલેન્ડ સ્થિત કંપની U-Boat Worx એ ખાસ પ્રકારની સબમરીન ડિઝાઇન કરી છે જે ઊંડા સમુદ્રની મુસાફરીને પ્રોત્સાહન આપશે.આ સબમરીન ઘણી રીતે ખાસ છે.ઉદાહરણ તરીકે, ડીપ-સી ડાઇવિંગ અને સ્કુબા ડાઇવિંગ દરમિયાન દરિયાની ઊંડાઈ સામાન્ય રીતે 18 થી 30 મીટર સુધી જ પહોંચે છે,પરંતુ નવી સબમરીનની મદદથી મુસાફરો 200 મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકશે.જાણો તેની વિશેષતાઓ…

નેધરલેન્ડ સ્થિત કંપની U-Bot Works એ Nexus સીરિઝ હેઠળ તેની સબમરીન લોન્ચ કરી છે.આ સબમરીન સંપૂર્ણપણે પારદર્શક છે.તેમાં રિવોલ્વિંગ ચેર લગાવવામાં આવી છે જેથી કરીને તેમાં બેઠેલા મુસાફરો દરિયાની સુંદરતાનો આનંદ માણી શકે.આ ખુરશીની મદદથી મુસાફર 360 ડિગ્રી સુધી જોઈ શકે છે. એટલે કે વ્યક્તિ તેની આસપાસની સુંદરતા જોઈ શકે છે અને તેને કેપ્ચર પણ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, આ સબમરીન મુસાફરોને 656 ફૂટની ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે.આ સબમરીન લગભગ 18 કલાક સુધી દરિયાની નીચે રહી શકે છે.50 થી 80 કિમી સુધી મુસાફરી કરવામાં સક્ષમ.કંપનીનું કહેવું છે કે, તેમાં 6 પુખ્ત, બે બાળકો અને એક પાયલટ બેસી શકે છે.ટેક્નિકલ રીતે ભલે 9 લોકો માટે બેઠક વ્યવસ્થા હોય, પરંતુ જો બાળકો અને પાયલોટને દૂર કરવામાં આવે તો માત્ર 7 મુસાફરો જ બેસી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ સબમરીનમાં એક પેસેન્જરને બેસવા માટે એટલી જગ્યા મળી છે જે 900 લીટર પાણીને પકડી શકે છે. પાયલોટની બંને બાજુ લક્ઝરી ફુલ સાઈઝ બિઝનેસ ક્લાસ સીટો લગાવવામાં આવી છે. આ બેઠકો પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. આ સબમરીનમાં 10 ખાસ પ્રોપેલર્સ છે, જેની મદદથી તે પાણીમાં આગળ વધે છે.

કંપનીનો દાવો છે કે,નવી સબમરીન યાત્રીઓ માટે સ્કુબા ડાઈવિંગ કરતા વધુ સુરક્ષિત છે.આ સબમરીનની પ્રારંભિક કિંમત 45 કરોડ રૂપિયા હોઈ શકે છે, જોકે કંપનીએ આ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.