Site icon Revoi.in

હવે ખેડબ્રહ્મા શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ થશે : 114 કેમેરાથી નજર રખાશે

Social Share

ખેડબ્રહ્મા : રાજ્યમાં ગુન્હાહીત પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓ સુધી પહોચવા માટે હવે રાજ્યના મહાનગરો ઉપરાંત નાના શહેરોને પણ રાજયના ગૃહ વિભાગ દ્રારા સીસી ટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. રાજયની સાથે હવે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વડાલી હાઈવે, અંબાજી હાઈવે, પરોયા રોડ, વરતોલ રોડ, સરદાર ચોક, શીતલ ચોક, હરણાવ નદી, બ્રહ્માજી ચોક, બેંક વિસ્તાર સહીત સમગ્ર ખેડબ્રહ્મા શહેરના 20 લોકેશનની આસપાસ 114 કેમેરા ફીટ કરવામાં આવશે.

ખેડબ્રહ્મા શહેરને કેમેરાથી સજ્જ કરાયા બાદ શહેરમાં વધતા ગુન્હાહીત પ્રવૃત્તિઓ, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને ખાસ કરીને સવારે અને રાત્રિના સમયે બાઈક રેસ લગાવતા નબીરાઓ પર ઓટોમેટિક અંકુશ આવશે તેવુ ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષીએ વધુમાં જણાવતાં કહ્યુ હતુ કે કેમેરાનો સમગ્ર કંટ્રોલ અને મોનીટરીંગ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન અને જીલ્લા પોલીસ વડાની કચેરી હિંમતનગર ખાતે કાયઁરત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ થયા બાદ કેટલાકને આશિર્વાદ રુપ તો કેટલાકને નડતર રુપ થશે તે માટે મનોમન રઘવાયા રહેશે પણ ન કહેવાય કે ન સહેવાય તેવો ઘાટ સજાઁશે. પણ સીસીટીવી કેમેરાથી ખેડબ્રહ્મા શહેરને શણગારવાના નિર્ણયને લોકોએ આવકાયોઁ હતો.

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગૃહવિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યના વિવિધ શહેરો અને નગરો ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરીને ગુનેગારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.