હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશનની જાહેરાત, જાણો બ્લૂટિક માટે વેબ અને ISO માટે કેટલો ચૂકવવો પડશે ચાર્જ
- હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશન જાહેરાત
- બ્લૂટિક માટે ચૂકવવો પડશે ચાર્જ
દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે બ્લૂટિકને લઈને તે સતત ચર્ચાનો વિષય હતું છેવટે ભારતમાં પણ બ્લૂટિકનો ચાર્જ વસુલવામાં આવ્યો , જો કે ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને સમાચારા સામે આવ્યા છે
બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની પણ આ માર્ગે ચાલી રહી છે. હવેથી ટ્વિટરની જેમ Facebook અને Instagram પર બ્લુ ટિક મેળવવા માટે યુઝર્સે ચાર્જ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ સેવા પ્રથમ વખત શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.
યુઝર્સ તેમના સરકારી આઈડી કાર્ડ દ્વારા તેમના એકાઉન્ટની ચકાસણી કરી શકશે. તેના બદલામાં યુઝરના એકાઉન્ટને વધારાની સુરક્ષા પણ આપવામાં આવશે. જો કે, ભારતમાં Yi સેવા ક્યારે શરૂ થશે? તેની માહિતી હજુ સામે આવી નથી.ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પણ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. એટલે કે, હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ વેરિફાઇડ એકાઉન્ટ એટલે કે બ્લુ ટિક માટે ચૂકવણી કરવી પડશે. વેબ માટે તેની કિંમત $11.99 એટલે કે 993 રુપિયા અને iOS માટે $14.99 એટલે કે 1241 રુપિયા નક્કી કરવામાં આવી છે.