Site icon Revoi.in

હવે મુંબઈની હવા દિલ્હી કરતાં વધુ ઝેરી,ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી  

Social Share

મુંબઈ:દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ચર્ચા આખી દુનિયામાં થાય છે, પરંતુ હવે મુંબઈ પણ તેનાથી અછૂતું નથી રહ્યું.રિપોર્ટ અનુસાર મુંબઈમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.

મુંબઈમાં કેટલીક જગ્યાએ એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ના આંકને વટાવી ગયો હતો,જ્યારે કેટલીક જગ્યાએ તે 200ને વટાવી ગયો હતો, જે ખૂબ જ ખરાબ સ્તર પર માનવામાં આવે છે.સોમવારે મુંબઈનું એકંદર AQI સ્તર 225 નોંધાયું હતું.

જ્યારે દિલ્હીનું કુલ AQI સ્તર 152 હતું.આ આંકડા SAFAR ના છે, જેણે મુંબઈના AQI સ્તરને વધુ ખરાબ ગણાવ્યું છે.જોકે, મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ AQI લેવલ નોંધવામાં આવ્યા હતા.મલાડમાં હવાની ગુણવત્તા 311 હતી જે ઘણી નબળી છે.તે પછી માંઝગાંવ અને ચેમ્બુરમાં 303 હતા.બાંદ્રા-કુર્લામાં AQI સ્તર 269 નોંધાયું હતું.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, મુંબઈમાં હવાની ગુણવત્તા 168 (મધ્યમ) અને દિલ્હીમાં 218 (નબળી) હતી.હવે વાત કરીએ કે CPCB અને SAFAR ના આંકડાઓ વચ્ચે શા માટે તફાવત છે.વાસ્તવમાં, SAFAR શહેરમાં નવ સ્થાનો પર મોનિટરિંગ સ્ટેશન ધરાવે છે જ્યારે CPCB 18 સ્થાનોના આધારે સમગ્ર AQI ની ગણતરી કરે છે.બીજી તરફ, CPCB પાસે દિલ્હીમાં 36 એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન છે.