તે વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે પણ વ્યક્તિનું ખાન પાન બદલાય છે અથવા અનિયમિત થાય છે ત્યારે અનેક તેના ચહેરા પર તેની પહેલા જ અસર જોવા મળે છે, અને જ્યારે જો તે આ કામ યોગ્ય રીતે અને યોગ્ય સમય પર કરતો હોય તો તેના ચહેરા પર અલગ પ્રકારની રોનક જોવા મળતી હોય છે. જો વાત કરવામાં આવે એવા ખોરાકની કે જેનાથી ચહેરા પર સુંદરતા આવી શકે તો એવા ખોરાક આ પ્રમાણે છે.
આ ખોરાકનું સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે ખાસ કરીને મહિલાઓ માટે કે તેમને બ્યુટી પાર્લર જવાની જરૂર પડશે નહી. દહીંમાં બ્લીંચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર લાગશે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.
એલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લો. થોડા દિવસો સુધી આ કામ કરવાથી તમને પણ ફરક જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારીના ઉદેશ્યથી લખવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો તમને લાગતુ હોય તે તમારા ચહેરાની ત્વચા પર કોઈ પણ પ્રકારની તકલીફ છે અથવા સમસ્યા છે તો તમે તેના માટે ડોક્ટરને સંપર્ક કરીને અથવા કોઈ જાણકારીની સલાહ લઈ શકો છો.