વોટ્સએપ પર હવે કોઈ પણ વ્યક્તિ ચોરીછૂપીથી નહીં જોઈ શકે સ્ટેટ્સ અને લાસ્ટ સીન, જાણો શું છે નવું અપડેટ
વોટ્સએપ પર યુઝર્સને એક મોટી સગવડ મળવા જઈ રહી છે, જેના પછી યુઝર્સનું સ્ટેટસ અને લાસ્ટ સીન વગેરે કોઈ ચોરીછૂપીથી જોઈ શકશે નહીં.આ નવા અપડેટના પ્રકાશન પછી, કોઈપણ અજાણી વ્યક્તિ વોટ્સએપ સ્ટેટસ અને લાસ્ટ સીન જોઈ શકશે નહીં.
આ સિક્યોરીટી અપડેટ ખાસ કરીને એવા લોકોને વોટ્સએપ સ્ટેટસ જોવાની મંજૂરી આપતું નથી કે,જેમણે પહેલાં ક્યારેય ચેટ કરી નથી. ગૂગલ પ્લે સ્ટોર ઈન્ટરનેટ પર માર્કેટમાં ઘણી થર્ડ પાર્ટી એપ્સ હાજર છે, જે તેમના વોટ્સએપ સ્ટેટસ દ્વારા યુઝર્સના લોકેશન પર નજર રાખે છે.પરંતુ નવા અપડેટ બાદ કોઈપણ એપ અથવા વ્યક્તિને વોટ્સએપ સ્ટેટસ અને લાસ્ટ સીન જોવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વોટ્સએપને ટ્રૅક કરતી WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ માં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જે થર્ડ પાર્ટી એપ્લીકેશનને વોટ્સએપ પર જાસૂસી કરતા અટકાવશે.રિપોર્ટ અનુસાર, વોટ્સએપની ઓનલાઈન એક્ટિવિટીને ટ્રેક કરવા માટે, કેટલીક થર્ડ પાર્ટી એપ્સ વોટ્સએપના લાસ્ટ સીન સ્ટેટસ અને ઓનલાઈન સ્ટેટસને ટ્રેક કરવા માટે કામ કરે છે, તેને રોકવા માટે એક નવું અપડેટ જારી કરવામાં આવ્યું છે.
જેની સીધી અસર તે યુઝર્સ અને એપ્સ પર પડશે, જેમની વોટ્સએપ ચેટ હિસ્ટ્રી ઉપલબ્ધ નથી.વોટ્સએપના નવા ફીચર અપડેટની સીધી અસર યુઝર્સને નહીં પડે. વોટ્સએપ યુઝર્સ પહેલાની જેમ જ પોતાના દોસ્તો અને પરિવારના લોકોના વોટ્સએપ સ્ટેટસ અને લાસ્ટ સીન જોઈ શકશે.