Site icon Revoi.in

હવે ટેલિગ્રામથી માત્ર મેસેજ જ નહીં ક્રિપ્ટોકરન્સી પણ મોકલી શકાશે

Social Share

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું છે.આની મદદથી યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ કરી શકે છે. આ સુવિધાને બહાર પાડવા માટે કંપનીએ ઓપન નેટવર્ક બ્લોકચેન વિકસાવ્યું છે.

આ સુવિધા સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ વપરાશકર્તાઓને સંસ્થાની ક્રિપ્ટોકરન્સી ટૉનકોઇન મોકલી શકે છે.આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફીની જરૂર પડશે નહીં.આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે,આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે.તેઓએ તેની પુષ્ટિ માટે રાહ પણ જોવી પડશે નહીં.

લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે.કંપનીએ અગાઉ પણ તેને લાવવાની યોજના બનાવી હતી,પરંતુ AUS સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ, આ યોજના પડતી મૂકવામાં આવી હતી.

ટેલિગ્રામ વર્ષ 2019 માં SEC ના રડાર હેઠળ આવ્યું જ્યારે તેણે તેના ટોકન વિકસાવવા માટે $1.7 બિલિયનનું ભંડોળ એકત્ર કર્યું. SEC એ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું.આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનું કહ્યું હતું.

અહેવાલ અનુસાર, ટેલિગ્રામના CEO Pavel Durov એ ત્યારબાદ ટોનકોઇન રજૂ કર્યા. તેને ટેલિગ્રામથી અલગ રાખવામાં આવ્યું હતું. આ કોઈન હવે ટેલિગ્રામ પર ક્રિપ્ટો પેમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.TON ફાઉન્ડેશને કહ્યું કે,આની મદદથી યુઝર્સ ટેલિગ્રામ વિથ ટોનકોઈન દ્વારા કોઈપણ સામાન અથવા સેવાઓ માટે સરળતાથી ચૂકવણી કરી શકે છે.

તાજેતરમાં, ટેલિગ્રામે એક નવું અપડેટ જારી કર્યું છે.આ અપડેટ બાદ તેમાં ઘણા ફીચર્સ એડ કરવામાં આવ્યા હતા.આમાં, ઈમ્પ્રુવ્ડ મેસેજ ટ્રાન્સલેશન, મ્યૂટ ડ્યુરેશન, વધુ એનિમેટેડ ઇમોજી અને અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવી હતી.