Site icon Revoi.in

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

Social Share

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં આ અંગે જરૂરી સૂચનાઓ જાહેર કરશે.

એક સંસ્થાએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે, એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે BBPS હવે સરહદ પારથી ઇનવર્ડ બિલ ચૂકવણી સ્વીકારશે. NRIsને ભારતમાં તેમના પરિવારો માટે ઉપયોગિતા, શિક્ષણ અને અન્ય બિલની ચૂકવણી કરવાની સુવિધા આપવા માટે આ કરવામાં આવ્યું છે. આની અસર એ થશે કે તેનાથી ભારતમાં રેમિટન્સ ફ્લો વધશે. તે BBPS ના વ્યાપને વિસ્તારવા અને તેના સંકળાયેલા વ્યવસાયને વધારવા માટે પણ કામ કરશે, જેમાં બેંકો અને ફિનટેક કંપનીઓ સંકળાયેલી છે.

RBIએ કહ્યું કે, દેશમાં BBPSની આ વર્તમાન સિસ્ટમ માત્ર ભારતીયો માટે જ ઉપલબ્ધ છે. NRIs ને ભારતમાં રહેતા તેમના પરિવારો, તેમના શિક્ષણ અને અન્ય રોજિંદી જરૂરિયાતો માટે BBPS ની સુવિધા પૂરી પાડવામાં આવી છે. NRI પણ આ સુવિધાની મદદથી વિદેશથી યુટિલિટી બિલની ચૂકવણી કરી શકશે. NRI પણ આ સુવિધાની મદદથી વિદેશથી યુટિલિટી બિલની ચૂકવણી કરી શકશે. BBPS પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

RBIએ કહ્યું કે, BBPS એ ગ્રાહકોને વધુ સારી બિલ ચુકવણી, ફરિયાદ નિવારણ પ્રણાલી, એકસમાન ફી સહિતની ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ આપીને બિલની ચૂકવણી કરવાની રીતમાં ઘણા ફેરફારો કર્યા છે. તેમણે કહ્યું કે હાલમાં 20,000 થી વધુ બિલર્સ આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને દર મહિને BBPS પ્લેટફોર્મની મદદથી આઠ કરોડથી વધુ વ્યવહારો પણ થઈ રહ્યા છે.

(PHOTO-FILE)