- હવે ‘ઓમિક્રોન BA.2’ એ વધારી ચિંતા
- ભારત સહીત 40 દેશોમાં પહોંચ્યો આ વેરિયન્ટ
- ડેનમાર્કમાં આ નવા વેરિયન્ટના 45% કેસ
દિલ્હી:બ્રિટનમાં ઓમિક્રોનના જ વંશમાંથી બનેલો એક નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન BA.2’ એ આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે.અહીંની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ તેને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન શ્રેણીમાં રાખ્યું છે, તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, તે ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં પહોંચી ચુક્યો છે.આમાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા પણ ખૂબ જ ઝડપી હોવાનું માનવામાં આવે છે.
બ્રિટને અત્યાર સુધીમાં સિક્વન્સિંગ દ્વારા 426 કેસની ઓળખ કરી છે.આ ચિંતાઓમાં તે પણ સામે આવ્યું છે કે,નવો વેરિયન્ટ ઓમિક્રોન BA.1 ની જેમ જ મ્યુટેશન નથી રાખતું,જેનાથી તેને ડેલ્ટાથી અલગ ઓળખવામાં આવે.ડેનિશ સંશોધકોએ આશંકા વ્યક્ત કરી છે કે,નવા વેરિયન્ટના કારણે ઓમિક્રોન વાયરસથી વધી રહેલ મહામારીની બે અલગ-અલગ પીક આવી શકે છે.આ વચ્ચે જોન હોપકિન્સ વિષાનું વિજ્ઞાની બ્રાયન જેલે આશંકા વ્યક્ત કરી છે કે, ‘ઓમિક્રોન BA.2’ ફ્રાંસ અને ડેન્માર્ક બહાર પૂરા યુરોપ અને ઉતરી અમેરિકામાં મહામારી વધુ ફેલાવી શકે છે.
આ વેરિયન્ટ ભારત, સ્વીડન અને સિંગાપોર સહિત 40 દેશોમાં ફેલાયેલ છે. પરંતુ તેમાંથી મોટા ભાગના કેસ ડેન્માર્કમાં જોવા મળ્યા છે, જ્યાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં 45 ટકા કેસ ઓમિક્રોન BA.2 હોવાની અપેક્ષા છે.અહીંની સ્ટેટ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક એન્ડ્રેસ ફોમ્સગાર્ડ દાવો કરે છે કે, ‘ઓમિક્રોન BA.2’ માં લોકોની રોગપ્રતિકારક શક્તિને તોડી નાખવાની વધુ ક્ષમતા પણ હોઈ શકે છે. જેના કારણે તે ઝડપથી ફેલાઈ જવાની આશંકા છે.