હવે માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો ભારત આવી શકશેઃ-અગાઉ જારી કરેલા વિઝા એવૈધ ગણાશે
- માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો અહીં આવી શકશે
- આ પહેલા જારી કરેલા વિઝા એવૈધ ગણાશે
દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્વનો નિર્મય જારી કર્યો છે, આ નિર્ણય અંતર્ગત હવે અફઘાનિસ્તાનના નાગરિકો માત્ર ઈ-વિઝા પર જ ભારત આવી શકશે. કેન્દ્ર સરકારનું આ અંગે કહેવું છે કે આ નિર્ણય અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા અઠવાડિયે માત્ર અફઘાન નાગરિકો માટે ઈ-ઈમરજન્સી વિઝા આપવાની જાહેરાત કરી હતી. હવે આ વિઝાને હાલની અરજી પ્રક્રિયામાં સમાવવામાં કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે આ મામલે જણાવ્યું છે કે, આ નિર્ણયથી અફઘાન નાગરિકોને અગાઉ આપવામાં આવેલા તમામ વિઝા હવે અમાન્ય ગણાશે. જો કે, આ વ્યવસ્થા માત્ર દેશની બહાર હાજર નાગરિકો માટે છે. એટલે કે, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા જે અગાઉ અફઘાન નાગરિકોને આપવામાં આવેલા વિઝા હવે ગેરકાયદેસર બની ગયા છે.
તેમણે કહ્યું કે અરજીઓની પ્રક્રિયા કરતી વખતે અને અફઘાન નાગરિકોને વિઝા આપતી વખતે સુરક્ષાના મુદ્દાઓને લઈને ખાસ ધ્યાન આપવામાં આવશે. તમામ ધર્મોના અફઘાન નાગરિકો આ વિઝા માટે અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનના કબજાના બે દિવસ બાદ જ ભારતે આ ઈ-ઈમરજન્સી વિઝાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ભારતના મિશન બંધ થવાના કારણે વિઝા ઓનલાઇન અરજી કરી શકાય છે અને નવી દિલ્હીમાં અરજીઓની ચકાસણી કરવામાં આવશે. શરૂઆતમાં, આ વિઝા છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવશે.