હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે.
આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. દાનિશનું નિવેદન ખૂબ ઝડપતી સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
આ વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પહેલા દેશમાં નાગરિકતા સંશોધન બિલને લીલી ઝંડી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા વિધિવત સત્તાવાર ઘોષણા કરતા સીએએના લેગા કરવાનું એલાન કરાયું છે. સીએએના લાગુ થયા બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીઓને ભારતીય નાગરિકતા લેવામાં સરળતા રહેશે. આ કડીમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દાનિશ કનેરિયારએ સીએએના લાગુ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
દાનિશ કનેરિયાએ સીએએના લાગુ થવા પર પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ધન્યવાદ કહ્યા છે. 43 વર્ષના કનેરિયાએ પોસ્ટમાં લખ્યુ છે કે હવે પાકિસ્તાની હિંદુ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે.
જો વાત કરીએ, દાનિશ કનેરિયાની ક્રિકેટ કારકિર્દીની તો પાકિસ્તાન માટે રમતા તેમણે 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ લીધી હતી અને 18 વનડેમાં 15 વિકેટો પ્રાપ્ત કરી હતી. ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમણે 1024 વિકેટો લીધી હતી. ટી-20માં 65 મેચો રમતા દાનિશ કનેરિયાએ 87 વિકેટો લીધી હતી.