Site icon Revoi.in

કોરોનાએ જીવનશૈલી બદલીઃ હવે લોકો મોટા શહેર છોડીને નાના શહેરો તરફ કરી રહ્યાં છે પ્રયાણ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. હવે લોકો ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યાં છે. એટલું જ નહીં આરોગ્ય માટે જોખમી ફુડથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હવે સલામતી માટે નાના શહેરોમાં શહેરોમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી નાના શહેરોમાં મકાનની ડિમાન્ડમાં વધારો થયો છે. બીજી તરફ 2020-21ના નાણાકીય વર્ષમાં હોમલોનની કુલ વૃદ્ધિ ૯.૬ ટકા રહી હતી. આ વૃદ્ધિમાં નાના શહેરોમાં મોટા પાયે ડિસબર્સમેન્ટ નોધાયું હતું.

સીઆરઆઇએફ નામની સંસ્થાએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ ગત વર્ષે મોટા શહેરોમાં મોટાપાયે સંક્રમણ ફેલાતા લોકો ટીયર-થ્રી અને તેનાથી પણ નાના શહેરો તરફ વળ્યા હતા અને નવા ઘર ખરીદી રહ્યાં છે. જેથી આ શહેરોમાં હોમલોનનો વૃદ્ધિ દર 13.3 ટકા રહ્યો હતો જે તમામ સેગમેન્ટમાં સૌથી વધુ હતો. નાણાંકીય વર્ષના પહેલા 9 મહિનામાં હોમલોનના આંકડા રૂપિયાની દ્રષ્ટિએ 22.3 લાખ કરોડ પર પહોંચી ગયો છે. મેટ્રો શહેરોમાં હૈદરાબાદ અને અમદાવાદમાં હોમ લોનમાં 11.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મુંબઈ, પુણે અને બેંગ્લોરમાં હોમ લોન 7 ટકાના દરે વૃદ્ધિ પામી છે, જ્યારે દિલ્હી અને કોલકાતામાં અનુક્રમે 6 અને 9.8 ટકાના દરે હતો. બીજી બાજુ ટીયર-3 શહેરોમાં હોમલોન 10.9 ટકાના દરે વૃદ્ધિ પામી છે. આમ હવે લોકો મોટા શહેરોને બદલે નાના શહેરોમાં મકાનની ખરીદી કરીને રહેવા જવાનું પસંદ કરી રહ્યાંનું મનાઈ રહ્યું છે.