હવે પાસપોર્ટ લોકોને જલ્દી મળી શકે છે,સરકારે લીધો મહત્વનો નિર્ણય
- હવે પાસપોર્ટ લોકોને જલ્દી મળી શકે છે
- સરકારે લીધો મહત્વનો નિર્ણય
દિલ્હી : પાસપોર્ટ માટે દેશમાં લોકો મોટી સંખ્યામાં રોજ એપ્લાય કરતા હોય છે. પાસપોર્ટ માટેની પ્રોસેસ આમ લાંબી હોય છે જેમાં કેટલાક દિવસ લાગી જતા હોય છે પરંતુ હવે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જેના પછી લોકોને જલ્દીથી પાસપોર્ટ હાથમાં આવી જશે. જાણકારી અનુસાર રાજ્યમાં પાસપોર્ટના તત્કાલ ક્વોટામાં વધારો કરવામાં આવ્યો છે. પાસપોર્ટ માટેના ઘસારાને પહોંચી વળવા માટે 20 ટકાથી વધારીને 30 ટકાનો તત્કાલ ક્વોટા કરવામાં આવ્યો છે.
આ સાથે 20 મેથી દર શનિવારે રાજ્યના 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) ખુલ્લાં રાખવાનો નિર્ણય કરાયો છે.
પાસપોર્ટ સેવા કેન્દ્રો પર હાલના દિવસોમાં 4,800 જેટલી એપોઈમેન્ટ શિડયૂલ થઈ રહી છે. જેમાંથી 3,500થી 3,600 નવા પાસપોર્ટની સાથે રિન્યૂ પાસપોર્ટ માટેની એપોઈમેન્ટ જ્યારે 500થી વધુ તત્કાલ પાસપોર્ટ માટેની એપોઈમેન્ટનો સમાવેશ થાય છે.
હાલમાં તત્કાલ પાસપોર્ટની એપોઈમેન્ટમાં 15થી 20 દિવસનો વેઈટિંગ છે. જ્યારે નોર્મલ પાસપોર્ટ એપોઈમેન્ટ માટે દોઢ મહિના જેટલો વેઈટિંગ છે. તેવામાં વધતાં ઘસારાને ધટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યના 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સોમવારથી શુક્રવાર અરજીઓ સ્વીકારાય છે. આ કેન્દ્રો પર દરરોજ લગભગ 1,000 જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.