હવે હોસ્ટેલ અને પીજીમાં રહેનારા લોકોએ ચૂકવવા પડશે જીએસટી, જાણો કેટલા ટકા જીએસટી ચાર્જ વસુલાશે
દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી વધતી જઈ રહી છે ત્યારે એક તરફ લોકો ટામેટાના ભાવ વધવાના દુખમાંથી બહાર નથી આવ્યા ત્યા તો મરી-મસાલાના ભાવ આસમાને પહોચ્યા છે તો હવે જે વિદ્યાર્થીઓ કે કામ અર્થે અન્ય શહેરમાં પેઈન્ગ ગેસ્ટ કે પછી હોસ્ટેલમાં રહેતા હશે તેમના પર મોંધવારીનો માર પડવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીજી અને હોસ્ટેલના ભાડા પર જીએસટી વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે હોસ્ટેલ અથવા પીજીમાં રહો છો તો તમારા માટે આ ખરાબ સમાચાર છે. હવે પીજી અને હોસ્ટેલના ભાડા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે.
ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સએ બે અલગ-અલગ કેસની સુનાવણી કરતી વખતે હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા GST લાદવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં આ જગ્યાઓ પર રહેતા લોકોએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે.
હવેથી હોસ્ટેલના ભાડા પર હવે 12 ટકા જીએસટી લાગશે, જેના કારણે વિદ્યાર્થીઓએ હવે વધુ ચૂકવણી કરવી પડશે. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ એટલે કે એએઆર એ બે અલગ-અલગ કેસમાં આ નિર્ણય આપ્યો હતો. AARની બેંગલુરુ બેન્ચે જણાવ્યું હતું કે હોસ્ટેલ રહેણાંક એકમોની સમકક્ષ નથી અને તેથી તેને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવતી નથી.
જાણકારી પ્રમાણે શ્રીસાઈ લક્ઝરી સ્ટે એલએલપીની અરજી પર ચુકાદો આપતા, એએઆરએ જણાવ્યું હતું કે 17 જુલાઈ, 2022 સુધી, હોટલ, ક્લબ, કેમ્પસાઈટની આવાસ સેવાઓ પર GST મુક્તિ લાગુ હતી, જેમાં દરરોજ 1,000 રૂપિયા સુધીનો ચાર્જ હતો.
વધુમાં બેંગલુરુ બેન્ચે જણાવ્યું હતું કે પીજી/હોસ્ટેલનું ભાડું GST મુક્તિ માટે પાત્ર નથી બનતું કારણ કે અરજદારની સેવાઓ રહેણાંક મકાન ભાડે આપવા સમાન નથી. “રહેણાંક જગ્યા કાયમી રહેઠાણ માટે હોય છે અને તેમાં ગેસ્ટ હાઉસ, લોજ અથવા તેના જેવી જગ્યાઓનો સમાવેશ થતો નથી.