દિલ્હી- ભારતીય ફ્લાઈટ્સની એક ફ્લાઈટમાં તાજેતરમાં યુનિફોર્મ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે હવે કતમામ ફ્લાઈટમાં પાયલોટ અને ક્રુમેમ્બર્સ માટે એક નવો નિયમ આવવાની શક્યતાઓ લસેવાી રહી છે જાણકારી અનુસાર જડીજીસીએ એ ફ્લાઈટના ક્રુમેમ્બપ્સ અને પાયલોટને પર્ફ્યૂમ ન લગાવવા બબાતનો પ્રસ્તાવ મોકલ્યો છે જો આ પ્રસ્તાવ પાસ થાય છે તો વિમાનના ક્રુમેમ્બર્સ પર્ફ્યૂમ લગાવી શકશે નહી સાથએ જ પાયલોટને પણ આ નિયમ લાગુ થશે.
પ્રાપ્ત વિગત અનુસાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે પાઇલોટ અને ક્રૂ દ્વારા પરફ્યુમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટેનું મહત્વનું કારણ એ છે કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે અને તે ફ્લાઇટ પહેલા કે પછી એરક્રુ પર કરવામાં આવતા બ્રેથલાઇઝર ટેસ્ટને અસર કરી શકે છે.
DGCAએ દારૂના સેવન માટે એરક્રુની મેડિકલ તપાસની પ્રક્રિયામાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે.આ સહીત DGCAએ દારૂના સેવન માટે એરક્રુની મેડિકલ તપાસની પ્રક્રિયામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સને હવે પરફ્યુમ, દવાઓ અને ડેન્ટલ હાઇજીન જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી રોકી શકાય છે. આ એટલા માટે છે કારણ કે તેમાં મોટા પ્રમાણમાં આલ્કોહોલ હોય છે અને તે ફ્લાઇટ પહેલાં અથવા પછી એરક્રુ દ્વારા હાથ ધરવામાં આવેલા બ્રેથલાઇઝર ટેસ્ટને અસર કરી શકે છે.
ડીજીસીએના વડાએ કહ્યું કે તે માત્ર ડ્રાફ્ટ CAR (સિવિલ એવિએશન જરૂરીયાતો) છે જે હિસ્સેદારોની ટિપ્પણીઓ માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રેગ્યુલેટર DGCA સહિત ભારતની એરલાઈન્સ કોઈપણ ફ્લાઈટ પહેલા બ્રેથ એનાલાઈઝર ટેસ્ટને લઈને ખૂબ જ કડક છે.ત્યારે આવો પ્રસ્તાવ લાવવાની જરુર જણાય છે.