હવે ‘પબ્જી કોર્પોરેશન’ ચીનની કંપની ‘ટેન્સન્ટ’ સાથેના સંબંધો તોડશે – ભારતમાં પરત ફરવાની શક્યતાઓ
- પબ્જીની ભારતમાં થઈ શકે છે વાપસી
- પબ્જી કોર્પોરેશન ચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધો તોડશે
- ભારત અને ચીનમાં ટેન્સન્ટ ગેમ્સ પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈનું સંચાલન કરે છે
- આ સમગ્ર બાબતની જાણકારી આ કંપનીએ પોતાની વેબસાઈટ પર આપી
પબ્જી ગેમ ડેવલપ કરનારી કંપની પબ્જી કોર્પોરેશન એચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે, ઉલ્લેખનીય છે કે પબ્જી ગેમને દક્ષિણ કોરીયાની કંપની પબ્જી કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે, જો કે ભારત અને ચીનમાં ચીનની કંપની ટેન્સન્ટ ગેમ્સ પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈનું સંચાલન કરી રહી છે
ભારતમાં પબ્જી બેન થયા બાદ કંપનીએ જણાવ્યું હતું કે, તે સરકાર સાથે પબ્જી ગેમની વાપસીને લઈને વાત કરશે, ત્યારે હવે આ કંપનીએ કહ્યું કે, તેઓ ભારતની માર્કેટમાં પરત આવવા માટે ટેન્સન્ટ ગેમ્સ સાથેના તમામ સંબંધો પડતા મૂકશે અને ભારત સાથે સંબંધ યથાવત રાખશે.
આ સમગ્ર બાબતની જાણકારી આ કંપનીએ પોતાની વેબસાઈટ પર આપી છે, તેઓએ પોતાની વેબલસાઈટ પર લખ્યું છે કે, તેઓ ભારતમાં પબ્જી ગેમ્સની તમામ જવાબદારીઓ પોતે ઉઠાવશે, અને તેના ફેન્સને નવા અનુભવો આપવા પર કાર્ય કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પબ્જીલ મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈટ પર તો પ્રતિબંધ લાગ્યો જ છે, પરંતુ પીસી પર પબ્જીને પ્રતિબંધ નથી અર્થાત તમે કમ્પ્યૂટરના માધ્યમથી પબ્જીને રમી શકો છો.
પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈટની ફ્રેન્ચાઈઝી ચતીનની સૌથી મોટી ગેમિન્ગ કંપની ટેન્સેન્ટ પાસે છે, પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈટ ને બન્ને પબ્જી કોર્પોરેશન અને ટેન્સેન્ટ ગેમ્સએ સાથે મળઈને તૈયાર કરી છે, ઉલ્લેખનીય છે કે ભારત સરકાર એ પબીજી સહિતની કુલ 118 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે, સુચના મંત્રાલય। તરફથી કહેવામાં આવ્યું છે કે, આ એપ્સ ડેટા સિક્યોરિટિ અને પ્રાઈવેસી માટે જોખમકારક છે આ એપ્સને લઈને અત્યાર સુધી કેટલીક ફરિયાદો પણ મંત્રાલયમાં નોંધાઈ ચૂકી છે.
સાહીન-