Site icon Revoi.in

હવે એક જ SIM થી ચલાવો બે અલગ-અલગ ફોન નંબર,ડ્યુઅલ SIMની નથી જરૂર

Social Share

કેટલાક લોકો પોતાના ઘર માટેનો નંબર, અને ઓફિસ માટેનો નંબર એમ બે નંબર રાખતા હોય છે. ફોનમાં બે સિમકાર્ડની સુવિધા ન હોવાથી પણ તેમને કેટલીક તકલીફનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હવે તે લોકોને આ સમસ્યામાંથી છૂટકારો મળશે કારણ કે હવે તે લોકો એક સિમકાર્ડના સ્લોટમાં બે કાર્ડનો ઉપયોગ કરી શકશે એટલે કાર્ડ એક પણ નંબર બે હશે.

એક SIM Card પર ચાલશે બે નંબર Text Me: Second Phone Number નામાના એપને તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ એપને તમે Google Play સ્ટોર પર ડાઉનલોડ કરી શકો છો. હવે એપને ઈન્સ્ટોલ કર્યા પછી તમારી પાસે એક્સેસ માટે પરમિશન માગવામાં આવશે. પરમિશનને આપવા માટે ok દબાવવું ત્યારબાદ તમારે તમારા ફેસબુક એકાઉન્ટ અથવા તો ગૂગલ એકાઉન્ટથી લોગ ઈન કરવાનું રહેશે. જો કે તમે ઈચ્છો તો નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો.

પોતાની ઈચ્છાનો નંબર પસંદ કરવા માટે તમે એપની સેટિંગમાં જઈને Get Number પર ટેપ કરી શકો છો અથવા સ્ક્રીનમાં સૌથી નીચે મેન્યૂબારમાં આપવામાં આવેલા Numbers પર ક્લિક કરીને પોતાની પસંદગીનો નંબર લઈ શકો છો.