હવે શાળાના બાળકો નહીં ભણે બાબરી ધ્વંસની ઘટના, NCERTએ બદલ્યો 12મા ધોરણનો સિલેબસ
નવી દિલ્હી: દેશના 12મા ધોરણના સ્ટૂડન્ટ્સ રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં બાબરી ઢાંચાના ધ્વંસને નહીં ભણે. એનસીઈઆરટીએ પુસ્તકમાં ત્રણ સ્થાનો પર પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ઢાંચાના વિધ્વંસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને રામમંદિર આંદોલનને વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે. તેના સિવાય ક્યાં આધારે સુપ્રીમ કોર્ટે રામમંદિરને લઈને નિર્ણય લીધો હતો, તે પણ ભણાવવામાં આવશે, તેમાં આ પરિવર્તન જોવા મળશે.
NCERTએ એકેડેમિક વર્ષ 2024-25 માટે આ પરિવર્તન કર્યું છે .સીબીએસઈ બોર્ડે આની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારને સ્કૂલી શિક્ષણ પર સલાહ આપનારી અિને સિલેબસ તૈયાર કરનારી સંસ્થા NCERT સમયસમય પર પુસ્તકોમાં પરિવર્તન પણ કરતી રહે છે. દર વર્ષે લગભગ 4 કરોડ સ્ટૂડન્ટ્સ એનસીઆઈઆરટીના સ્કૂલી પુસ્તકો વાંચે છે. NCERTના ચેપ્ટર 8માં આ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેનું શીર્ષક છે ભારતમાં આઝાદી બાદ રાજનીતિ. રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં આ ચેપ્ટરને 2006-07થી સામેલ કરાયું છે. તેમાં ભારતની રાજનીતિની આ પાંચ મહત્વની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આઝાદી બાદ ઘટિત થઈછે. તેમાંથી એક અયોધ્યા આંદોલન હશે.
આ સિવાય જે અન્ય ચાર ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં 1989ની હાર બાદ કોંગ્રેસનું પતન, 1990માં મંડલ પંચનું લાગુ થવું. 1991માં આર્થિક સુધારાની શરૂઆત થવી અને તે વર્ષે રાજીવ ગાંધીની હત્યા થવી. આ પાંચ મહત્વની ઘટનાઓ પર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેના સિવાય અલગ-અલગ સરકારોના મુખ્ય કામકાજનો ઉલ્લેખ કરાયો છે. અત્યાર સુધી અયોધ્યાનો ઉલ્લેખ જે ત્રણ પૃષ્ઠામાં હતો, તેમાં 1989માં તાળું ખુલવું અને બાબરી ઢાંચાના ધ્વંસનો ઉલ્લેખ હતો. આ સિવાય 6 ડિસેમ્બર, 1992ની ઘટના બાદ ભાજપશાસિત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું અને કોમવાદી હિંસાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં બાબરી ઢાંચાના વિધ્વંસ બાદ ભારતમાં સેક્યુલારિઝમને લઈને છેડાયેલી નવી ચર્ચાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવું સંશોધિત પુસ્તક આવ્યુ ંનથી, પરંતુ NCERTએ જણાવ્યું છે કે નવા પુસ્તકમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. NCERTએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે રાજનીતિમાં નવી ઘટનાઓના આધારે સામગ્રી બદલવામાં આવી છે. ખાસ કરીને અયોધ્યા મામલાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેના માટે કારણ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો છે, તેનું તમામ વર્ગોએ સ્વાગત કર્યું છે.