Site icon Revoi.in

પ્રયાગરાજની ગંગા થી લલિતપુરની બેતવા વચ્ચે પણ સી પ્લેન સેવાના આરંભ માટે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી

Social Share

 

દિલ્હીઃ- દેશભરના કેટલાક સ્થાનો પર સી પ્લેનની સેવાનો આરંભ થયો છે, આ સી પ્લેનની સેવાથી બે સ્થળો વચ્ચેના અતંરને ઘટાડી શકાય છે ત્યારે હવે શ્રદ્ધાળુંઓનું પસંદગીનું સ્થળ પ્રયાગરાજમાં પણ સી પ્લેન સેવાનો આરંભ થવાની કવાયત હાથ ઘરવામાં આવી છે,

મળતી માહિતી પ્રમાણે આવનારા એક વર્ષમાં ગંગા પ્રયાગરાજ થી બેતવા-લલિતપુ- વચ્ચે સી પ્લેન ઉડતું જોવા મળશે. સિંચાઈ વિભાગે તેનો ભૌતિક રિપોર્ટ ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપ્યા છે. જેમાં તેમણે મટાટીલા ડેમની લંબાઈ રનવે માટે પૂરતી, સી-પ્લેનની ઉડાન માટે ઉપયોગી ગણાવી છે.આ સી પ્લેન સેવા જો આરંભ થાય છે તો અહીં આવતા પ્રવાસીઓની યાત્રા સરળ બનશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ એર કનેક્ટિવિટી વધારવા પર ભાર આપી રહ્યું છે. UDAN 3.0 દ્વારા પ્રવાસન મંત્રાલય સાથે સંકલન કરીને પ્રવાસી અને ધાર્મિક શહેરોને જોડવાની યોજના છે. આ માટે સરકારની ખાસ જનર જળમાર્ગની વિમાન સેવા પર ખાસ જોવા મળે છે.

ઉત્તર પ્રદેશમાં જળ હવાઈ માર્ગની શોધ ચાલી રહી છે. ગયા મહિને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રયાગરાજથી બરુસાગર અને પ્રયાગરાજથી લલિતપુર વચ્ચેના બે હવાઈ માર્ગો સૂચવતો અહેવાલ માંગ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે સી-પ્લેન ઉડવા માટે 1.08 મીટર પાણીની ઊંડાઈ સાથે 120 મીટર પહોળી સપાટી જરૂરી છે.

રનવેમાં પણ 1160 મીટર સુધી પાણી હોવું જોઈએ. સિંચાઈ વિભાગને આ શરતો પૂરી કરતા ડેમ કે નદીનું સ્થાન શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉડ્ડયન મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા રૂટના આધારે ઝાંસી અને લલિતપુરમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ઝાંસીમાં બરુસાગર અને પરિચા વીર તેની કસોટી પર ઉતર્યા ન હતા. લલિતપુરમાં રાજઘાટની સાથે મતાટીલા ડેમ તેની કસોટી પર ઉતરી ગયો. આ ડેમોમાં પાંચ વર્ષમાં સરેરાશ વરસાદ પણ 1160 મીમી નોંધાયો હતો.બીજી તરફ, ગંગા-યમુનાના સંગમ પાસેના અરૈલ ઘાટથી પ્રયાગરાજથી ઉડાન માટે એક સ્થળ ચિહ્નિત કરવામાં આવી રહ્યું છે.

સી પ્લેન એ એક ખાસ પ્રકારનું વિમાન છે જેને ઉડવા માટે રનવેની જરૂર પડતી નથી. તેની મદદથી આ પ્લેન પાણીમાં ટેકઓફ અને લેન્ડિંગ કરી શકશે. તેની વિશેષતા એ છે કે આ પ્લેન મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેદાનમાં અને રસ્તા પર ઉતરી શકે છે. તેને ટેકઓફ કરવા માટે માત્ર તરતી જેટીની જરૂર છે. વિમાનમાં પાયલોટ સહિત કુલ 25 મુસાફરો મુસાફરી કરી શકે છે. પ્લેનની મહત્તમ સ્પીડ લગભગ 350 kmph હોય છે.

જો સી પ્લેન પ્રોજેક્ટ જમીન પર ઉતરશે તો પ્રયાગરાજનું આઠ કલાકનું અંતર માત્ર એક કલાકમાં કાપવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે બુંદેલખંડમાંથી મોટી સંખ્યામાં લોકો હાઈકોર્ટ, માધ્યમિક શિક્ષા પરિષદ અને અન્ય ઓફિસોમાં જાય છે. બુંદેલખંડથી મોટી સંખ્યામાં લોકો ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે પ્રયાગરાજ પણ જાય છે. આનાથી પ્રવાસનને પણ વેગ મળશે.